પદ્માવત ફિલ્મની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી. ગુજરાતમાં વિવાદાસ્પદ બોલિવુડ ફિલ્મ પદ્માવત રિલીઝ નહી થાય. આ મુદ્દે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતમાં બોલિવુડ ફિલ્મ 'પદ્માવત' રિલીઝ નહી થાય.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજસ્થાન સરકારે પણ પોતાના રાજ્યમાં પદ્માવત ફિલ્મ રિલીઝ નહીં કરવામાં આવે તેવો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, બહુચર્ચિત પદ્માવત ફિલ્મનો સૌથી વધારે વિરોધ રાજસ્થાન અને ગુજરાતમાં થયો હતો. જેના પગલે રાજ્યમાં શાંતી બની રહે તે માટે રાજસ્થાન અને ગુજરાત સરકારે પદ્માવત ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે.