Home /News /entertainment /પદ્માવત રિવ્યૂ: "અલ્લાહ કી બનાઈ હુઈ હર નાયાબ ચીજ પર અલ્લાઉદીન કા હક હૈ"

પદ્માવત રિવ્યૂ: "અલ્લાહ કી બનાઈ હુઈ હર નાયાબ ચીજ પર અલ્લાઉદીન કા હક હૈ"

આ ફિલ્મમાં રણવીરસિંહને "માથાફરેલા (સનકી)" સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીના પાત્રમાં રજુ કરવામાં આવ્યો છે...

આ ફિલ્મમાં રણવીરસિંહને "માથાફરેલા (સનકી)" સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીના પાત્રમાં રજુ કરવામાં આવ્યો છે...

  "પદ્માવતી" અને હવે "પદ્માવત" નામે આવતીકાલે દેશભરમાં રિલીઝ થઇ રહેલી સંજય લીલા ભણશાલીની આ બહુચર્ચિત ફિલ્મ જોઈને તમે જરૂર માની જશો કે શા માટે ભણશાલી બોલિવૂડના "ગ્રેટ શૉમેન" છે !

  આ ફિલ્મ રાજપૂતોની આન-બાન-શાનની ચર્ચા કરે છે, લેકિન એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે "પદ્માવત" અલ્લાઉદીન ખીલજીને વધુ પ્રભાવશાળી ઢબે રજુ કરે છે. ઘણા દૃશ્યોમાં તે સુપર વિલનના રૂપમાં જોવા મળશે. જાણીતા ફિલ્મ સમીક્ષક રાજીવ મસંદના મતે, 'પદ્માવત' માં અલ્લાઉદીન ખીલજીના પાત્રમાં રણવીરસિંહ ખીલી ઉઠે છે. રણવીર જાણે ફિલ્મની જાન છે ! રાજીવના શબ્દમાં જ કરીએ ફિલ્મની સમીક્ષા :

  કાસ્ટ : દીપિકા પાદુકોણ, રણવીરસિંહ, શાહિદ કપૂર, અદિતીરાવ હૈદરી, રઝા મુરાદ, અનીપ્રિયા ગોએન્કા
  નિર્દેશક : સંજય લીલા ભણશાલી

  આ પૂર્વે "પદ્માવતી" નામથી બહુચર્ચિત બનેલી ફિલ્મ હવે કાલથી "પદ્માવત" નામથી રિલીઝ થઇ રહી છે. "પદ્માવત" દ્વારા ફરી એકવખત સંજય લીલા ભણશાલીએ સાબિત કરી આપ્યું છે કે તેઓ બોલિવૂડના ‘ગ્રેટ શૉ મેન’ છે. ચિતૌડની મહારાણી અને મહારાજા રાતનસિંહની પત્ની પદ્માવતી પ્રત્યે સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીની 'સનક' અને પોતાના સન્માન માટે પદ્માવતીના "જૌહર"ને ભણશાલીએ મોટા પરદે ખૂબસૂરત રીતે કંડાર્યા છે

  ભણશાલીએ બેશક એક સિનેમેટિક ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં તેની છેલ્લી ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' ની માફક થોડો ઇમોશનલ ટચ છે. 16મી સદીના સૂફી કવિ મલિક મોહમ્મદ જાયસીની કાવ્યરચના"પદ્માવત"માં તેમણે એવા એક માથાફરેલ સુલતાનની કથા રજુ કરી છે, જે દુનિયાની પ્રત્યક સુંદર સ્ત્રીને પામવા ઈચ્છે છે. પરંતુ જે સ્ત્રીને આ સુલતાન પણ નથી પામી શક્યો, જાયસી એની વાત માંડે છે. આ ફિલ્મની શરૂઆતમાં જ એ વાતની ઝલક મળે છે કે, જયારે ખીલજી કહે છે કે : ""અલ્લાહ કી બનાઈ હુઈ હર નાયાબ ચીજ પર અલ્લાઉદીન કા હક હૈ"

  આ ફિલ્મમાં રણવીરસિંહને "માથાફરેલા (સનકી)" સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીના પાત્રમાં રજુ કરવામાં આવ્યો છે. આ પાત્રમાં એને જાણે જીવ રેડી દીધો છે ! તે બાજીરાવ મસ્તાનીના તેના પાત્રને અનુરૂપ થઇ શક્યો હોત, કિન્તુ અહીં એ અલગ દેખાય છે, ઘણો જ અલગ. રણવીર માટે ત્યાં સુધી કહી શકાય તેમ છે કે, તેણે આ પાત્ર માત્ર નિભાવ્યું જ નથી, જીવી જાણ્યું છે. સત્તાના નશામાં ચકચૂર ખીલજી, ક્રૂર શાસક ખીલજી, સુપર વિલન ખીલજી : ખીલજીના આ તમામ પાસાઓને રણવીરે પુરી ઈમાનદારીથી નિભાવ્યા છે. એવું જ સમજી લો ને કે જાણે ખીલજી દર્શકોની સામે સાક્ષાત ઉભો છે !

  અલ્લાઉદ્દીન ખીલજીના પાત્રના રૂપે રણવીરે પરદા ઉપર જે "એન્ટ્રી" લીધી છે, તે જોઈને બેશક મજા પડી જશે : તેની શૈલી, લાંબા વાળ, લાલ આંખો, ચહેરા ઉપર ઘા ના નિશાન, સેક્સ અપીલ અને તેનો "સ્વેગ" રણબીરને બેન્ડબોય રોકસ્ટાર બનાવે છે. ખીલજીના પાત્રમાં રણવીર જે ઉર્જા લાવ્યો છે તે જોઈને "આફરીન" પોકારી ઉઠશો ! એક સમયે રણવીર ક્રૂર લાગે છે તો બીજી તરફ તેણે ખીલજીના અન્ય પાસાઓને પણ ઉજાગર કર્યા છે. અલ્લાઉદ્દીનના ગુલામ બનેલા મલિક ગફુર (જિમ સરભ) સાથે રણવીરે જબરદસ્ત તાલમેલ બેસાડ્યો છે. આ ફિલ્મના કેટલાક દ્રશ્યો અભૂતપૂર્વ લાગે છે .

  "પદ્માવત"માં મહારાજા રતન સિંહ (શાહિદ કપૂર) અને રાણી પદ્માવતી (દીપિકા પાદુકોણ) વચ્ચે રોમાન્સ અને પદ્માવતીનું બેહિસાબ સૌંદર્ય જે રીતે દર્શાવ્યું છે, તે ફિલ્મને ચાર ચાંદ લગાવે છે. મહારાજા રતનસિંહના પાત્રમાં શાહિદ કપૂરના હાવભાવ, રાજપૂતાના શૈલીના અંદાજ અને તે લઢણમાં વાતચીત બહુ પ્રભાવક છે. એક દ્રશ્યમાં બંને એકસાથે ચાંદને નિહાળે છે તે અત્યંત પ્રેક્ષણીય છે. વાત કરીએ "પદ્માવતી" નું પાત્ર નિભાવનારી દીપિકાની તો એ કહેવું જરાય અતિશયોક્તિપૂર્ણ નથી કે પ્રત્યેક ફિલ્મ બાદ દીપિકાની પ્રતિભા અભિનેત્રી તરીકે ખીલી ઉઠી છે. બાજીરાવ મસ્તાની બાદ પદ્માવતી બનેલી દીપિકાનો અંદાજ લોકોના અંતરમન પર લાંબા સમય સુધી અમીટ છાપ છોડી જશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: BAN Padmavat, Padmavat Movie

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन