Home /News /entertainment /

2018ની શરૂઆત BoxOffice માટે કાંટે-કી-ટક્કર? 'પદ્માવતી' કે 'પેડમેન' કોને થશે નુક્શાન!

2018ની શરૂઆત BoxOffice માટે કાંટે-કી-ટક્કર? 'પદ્માવતી' કે 'પેડમેન' કોને થશે નુક્શાન!

બંને ફિલ્મને નુક્શાન થવાની સંભાવના છે. કારણ કે દર્શકો બેમાંથી કોઇ એક ફિલ્મને જ થિએટરમાં જોવા પર તેમની પસંદગી ઉતારે તેવી સંભાવનાઓ વધુ છે.

બંને ફિલ્મને નુક્શાન થવાની સંભાવના છે. કારણ કે દર્શકો બેમાંથી કોઇ એક ફિલ્મને જ થિએટરમાં જોવા પર તેમની પસંદગી ઉતારે તેવી સંભાવનાઓ વધુ છે.

મુંબઇ: લાંબા વિવાદ બાદ સંજય લીલા ભણસાલીની પદ્માવતી આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની છે. ફિલ્મને થોડા કટ સાથે CBFCએ રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. પણ આ કટ્સ અને એડિટીગનું કામ પતવામાં થોડો સમય લાગશે અને ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલીઝ ન થઇ શકે તો તે 25 જાન્યુઆરીનાં રોજ રિલીઝ થઇ શકે છે. તેવી વાતો છે.

જો આમ થયુ તો આ જ દિવસે અક્ષય કુમાર સ્ટાર પેડમેન રિલીઝ થઇ રહી છે. જો પેડમેન અને પદ્માવતી એક સાથે રિલીઝ થશે તો બોક્સ ઓફિસ પર કાંટે કી ટક્કર થશે. આ સાથે જ બંને ફિલ્મને નુક્શાન થવાની સંભાવના છે. કારણ કે દર્શકો બેમાંથી કોઇ એક ફિલ્મને જ થિએટરમાં જોવા પર તેમની પસંદગી ઉતારે તેવી સંભાવનાઓ વધુ છે.

પોપ્યુલારિટીની વાત કરીએ તો આ કાંટે કી ટક્કરમાં પદ્માવતી બાજી મારી જાય તેવી આશા વધુ છે. આમ તો અક્ષય કુમારની પેડમેન પદ્માવતીને મોટી ટક્કર આપી શકે છે પણ જો આ બંને ફિલ્મ સાથે રિલીઝ થાય તો પેડમેનને વધુ નુક્શાન સહન કરવાનો વારો આવી શકે છે.

આ બધાની વચ્ચે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રીત કૌરની ફિલ્મ ઐયારી પણ આજ મહિનામાં પેડમેન અને પદ્માવતીનાં એક દિવસ બાદ એટલે કે 26 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે. ત્યારે આ ફિલ્મને સૌથી વધુ નુક્શાન થવાનાં ચાન્સિસ છે.

આ પહેલાં પણ થઇ હતી સોનમ અને દીપિકા વચ્ચે ટક્કર

આ બધાની વચ્ચે આપને જણાવી દઇએ કે અક્ષય કુમાર સ્ટાર પેડમેનમાં સોનમ કપૂર અને રાધિકા આપ્ટે મહત્વનાં રોલમાં છે. ત્યારે સોનમ કપૂરની ફિલ્મ પેડમેન અને દીપિકાની પદ્માવતીની આ વર્ષે ટક્કર થઇ રહી છે ત્યારે આ પહેલાં સોનમની 'સાંવરિયા' અને દીપિકાની 'ઓમ શાંતિ ઓમ'ની ટક્કર થઇ ચુકી છે. આ બંને ફિલ્મોથી જ સોનમ અને દીપિકાએ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું. આ બંને
ફિલ્મોમાં દીપિકાની 'ઓમ શાંતિ ઓમ' બાજી મારી ગઇ હતી.
First published:

Tags: Box office Collection, Padmavati, Release date

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन