Home /News /entertainment /

'પદ્માવત'નો ઠેર-ઠેર વિરોધ, રાજપીપળાના મહારાણીએ પણ નોંધાવ્યો વિરોધ

'પદ્માવત'નો ઠેર-ઠેર વિરોધ, રાજપીપળાના મહારાણીએ પણ નોંધાવ્યો વિરોધ

સુપ્રીમે પદ્માવતના રિલીઝ પરને બેન હટાવ્યો

રાજપીપળાની મહારાણીએ પણ ફિલ્મમાં જોહરનાં ઉપયોગ પર આપત્તિ દર્શાવી છે

    અમદાવાદ: ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝનો વિવાદ દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર પણ પડી રહી છે. શનિવારથી રાજ્યભરમાં વિરોધ ચાલુ છે. આ વચ્ચે રાજ્યભરમાં તોડફોડ શરૂ કરી દેવામાં આવી છે. પહેલાં અમદાવાદનાં રાજહંસ સિનેમા પર કરણી સેના પહોંચી હતી અને પદ્માવત ન બતાવવાની માંગણી કરી હતી. સાથે જ તેમણે સિનેમાહોલ પર હલ્લાબોલ કરી દીધો હતો. અને થિએટરને ભારે નુક્શાન પહોચાડ્યું હતું. આ સાથે જ આજે પણ આ વિરોધ યથાવત છે . જેમાં રાજપીપળાની મહારાણીએ પણ ફિલ્મમાં જોહરનાં ઉપયોગ પર આપત્તિ દર્શાવી છે.

    રાજપીપળાની મહારાણીનો વિરોધ
    રાજપીપળાની મહારાણીએ ફિલ્મમાં જોહર દર્શાવવા અંગે આપત્તિ દર્શાવી છે આ મુદ્દે તેમણે ફિલ્મ રિલીઝ અટકાવવાની વાત કરી છે અને ફિલ્મનો વિરોધ કર્યો છે.

    નવસારીમાં વિરોધ
    નવસારીમાં હિંદુ સેના, VHP અને કરણી સેનાએ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે જામ કરી દીધો હતો. ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોએ હાઈવે પર ટાયરો સળગાવીને વાહન-વ્યહાર રોકી દીધો હતો.

    બનાસકાંઠામાં વિરોધ
    વડગામ-ખેરાલુ હાઈવે પણ મહાકાલ સેનાએ ચક્કાજામ કર્યો હતો. બનાસકાંઠામાં પદ્માવત ફિલ્મ વિરોધને પગલે જિલ્લામાં 100થી વધુ બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. પાલનપુરથી અમદાવાદ જતી એક્સપ્રેસ બસો પણ બંધ કરી દેવામાં આવી છે. અંબાજીથી અમદાવાદ જતી બસો પણ બંધ કરાઈ છે.

    અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ચક્કાજામ
    આ ઉપરાંત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રાજપૂત સમાજે ટ્રાફિક જામ કરી દીધો છે. ઉંઝા તાલુકા અને રાજપૂત યુવા સંગઠન દ્વારા ઊંઝા-મહેસાણા હાઈવે બ્લોક કર્યો. તો ઉનાવા પાસે પણ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ, જેમ-જેમ પદ્માવતની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યું છે.

    રાજપૂત સમાજે સમગ્ર ગુજરાતના 300 ST રૂટ બંધ કર્યા
    'પદ્માવત' ફિલ્મને કારણે સમગ્ર ગુજરાતમાં 300થી વધુ એસટીના રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં રાજપૂતો 'પદ્માવત'ની રિલીઝનો વિરોધ કરી રહ્યા છે અને રસ્તા પર ટાયરો સળગાવી કે બસો રોકીને વિરોધ પ્રદર્શ કરી રહ્યા છે.

    સાબરકાંઠા માં વિરોધ
    હિંમતનગર ST ડેપોની રૂટની બસ સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. મોડાસા, ઈડર રૂટ સિવાયના તમામ રૂટ બંધ કરાયા છે. 'પદ્માવત' ના વિરોધને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત તરફ જતી ST બસોની સર્વિસ બંધ કરી દેવાઈ છે. 'પદ્માવત' ફિલ્મનાં વિરોધને જોતા તકેદારીનાં ભાગરૂપે એસટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.

    મહેસાણા, પાલનપુર, કડી, કલોલ તરફની STબસ બંધ કરાઈ છે. પાટણ ST ડેપોની તમામ રૂટની બસ સેવા બંધ કરાઈ છે. મહેસાણા ડિવિઝનની સૂચના મળ્યા બાદ જ આ સેવાઓ ફરીથી કાર્યરત કરવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Deepika Padukone, Ranveer Singh, Sanjay Leela Bhansali, Shahid Kapoor

    આગામી સમાચાર