Home /News /entertainment /પદ્માવત: 25મીએ બંધના એલાન વચ્ચે પોલીસે આપી થિએટર્સની સુરક્ષાની ખાતરી

પદ્માવત: 25મીએ બંધના એલાન વચ્ચે પોલીસે આપી થિએટર્સની સુરક્ષાની ખાતરી

અક્ષય કુમારે તેની ફિલ્મની રિલીઝ ડેટ આગળ ખસેડીને 9 ફેબ્રુઆરી કરી દીધી...

અક્ષય કુમારે તેની ફિલ્મની રિલીઝ ડેટ આગળ ખસેડીને 9 ફેબ્રુઆરી કરી દીધી...

પદ્માવત ફિલ્મના નિર્માતા સંજયલીલા ભણસાલીને ગુજરાત પોલીસ તરફથી થોડા રાહતના સમાચાર મળ્યા છે. અમદાવાદ પોલીસે થિયેટર માલિકોની સુરક્ષાની ખાતરી આપી છે, જેથી અમદાવાદમાં પદ્માવત ફિલ્મ રિલિઝ કરવામાં આવશે તેવી પુરી શક્યતા દેખાઈ રહી છે.

આ બાજુ ગુજરાત રાજ્યમાં પોલીસ અને થીયેટર માલિકોની મીટિંગ બાદ, ફરી કરણીસેનાએ પદ્માવત ફિલ્મને લઈ વિરોધ નોંધાવ્યો છે. કરણીસેનાએ જાહેરાત કરી કે, પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણીસેના 25મી જાન્યુઆરીએ ભારત બંધનું એલાન આપે છે.

શું છે મામલો
દેશભરમાં 'પદ્માવત'ના જાહેર વિરોધ વચ્ચે સંજય લીલા ભણસાલીને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી ભલે મળી હોય પરંતુ તેમના પડકારો ઓછા નથી થયા. ખબર મળી છે કે સુપ્રીમ કોર્ટે કહ્યાં છતાં ફિલ્મ પદ્માવતને ગુજરાતમાં રિલીઝ નહીં કરવામાં આવે. ગુજરાતના મલ્ટીપ્લેક્સ એસોશિએશને રાજ્યમાં પદ્માવતની સ્ક્રિનીંગ ન કરવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિએશનના રાકેશ પટેલે કહ્યું છે કે, 'અમે ગુજરાતમાં પદ્માવતની સ્ક્રિનીંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. મલ્ટીપ્લેક્સમાં નુકશાન થશે તો કોણ ભોગવશે. અમે નુકશાન કેમ ઉઠાવીએ.'

25 જાન્યુઆરીએ પદ્માવત ફિલ્મ રિલીઝ થવાની છે, આ બાજુ રાજ્યમાં ફિલ્મ પદ્માવતને લઇને વિરોધનો વંટોળ પણ ઉઠ્યો છે. જેને લઇને પોલીસ અને થિયેટર માલિકોની બેઠક યોજાઇ હતી. જેમાં અમદાવાદ ઝોન-7ના ડીસીપી આર.જે. પારઘીએ જણાવ્યું કે, ફિલ્મ પદ્માવત દર્શાવનાર કોઈ થિયેટર માલિકોએ ડરવાની જરૂર નથી. અમદાવાદ પોલીસ પુરતી સુરક્ષા આપશે. તેમણે વધુમાં કહ્યું છે કે, સુપ્રિમકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે, અમે કોઈની ગુંડાગીરી સહન નહીં કરીએ, જે પણ ફિલ્મ રિલીઝ સમયે ગુંડાગીરી પર ઉતરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે પદ્માવત ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગની અરજી પર સુનાવણી કરતા નકારી દીધી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું કે ગુરૂવારે રાજ્ય સરકારની દલીલોને સાંભળી અને ફિલ્મ માટે એમનો જે વિરોધ હતો એને નામંજૂર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુરક્ષા આપવી રાજ્યની જવાબદારી છે અમારી નહીં. આ પહેલા અરજીકર્તા વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે પદ્માવત રિલીઝ થયા પછી જો દેશમાં કાયદો વ્યવસ્થા બગડે છે અને રમખાણો જેવી સ્થિતિ પેદા થાય છે તો એના માટે ફિલ્મ જવાબદાર બનશે.

સીજીઆઈએ કહ્યું કે, અમે એક સંવૈધાનિક ન્યાયાલય તરીકે કાર્ય કરી રહ્યાં છે અને સુરક્ષા આપવી રાજ્યનું કામ છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં પદ્માવત રિલીઝ પર વિસ્તૃત આદેશ ગુરૂવારે આપી દીધા છે અને તેમણે કહ્યું કે સેન્સર બોર્ડ એકવાર મંજૂરી આપી ચુકી છે તો તેને રોકવામાં નહીં આવે.

દેશભરના રાજપૂતોમાં ઉગ્ર વિરોધ
આ મામલે રાજપૂત સમાજનો જે વિરોધ હતો તે હજી યથાવત છે. જો કે વિરોધના મુદ્દાઓ પર તેમની વચ્ચે સમાનતા નથી દેખાઈ રહી. એક ગ્રુપ કહી રહ્યું છે કે રાજપુત મહિલાઓ પદ્માવતના વિરોધમાં 24 જાન્યુઆરીએ ચિત્તોડગઠમાં જૌહર કરશે તો બીજી તરફ બીજી મહિલાઓ જયપુરમાં ફિલ્મ નિર્માતાઓને જૌહર કરાવવાનો દાવો કરાઈ રહ્યો છે. કેટલાક મીડિયા સામે કાયદાની રાહ પર ચાલતા રાષ્ટ્રપતિ પાસે જવાની માંગ કરી છે તો કોઈએ સિનેમાઘરોમાં તોડફોડ કરવાની ધમકી આપી રહ્યાં છે. કોણ શું કરશે અને ફિલ્મનો કઈ રીતે વિરોધ થશે તે માટે રાજપૂતોમાં ઘણું કન્ફ્યુઝન દેખાઈ રહ્યું છે.

50 કરોડ રૂપિયા ડુબવાની શક્યતા

નોંધનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પહેલા કહ્યું હતું કે, આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. રાજસ્થાન, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા ત્રણ અન્ય રાજ્યોએ પણ પદ્માવતની સ્ક્રીનીંગને બેન કરી દીધી હતી. હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ફિલ્મ રિલીઝ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે. અધિકારીક રૂપથી આ ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે. પરંતુ જે રીતે વારંવાર કરણી સેના અને રાજ્ય સરકારો ફિલ્મ રિલીઝના વિરોધમાં અવાજ બુલંદ કરી રહ્યાં છે તે જોઈને કંઈ કહી ના શકાય. અત્યારે મોટો સવાલ એ છે કે જો ફિલ્મ આ ચાર રાજ્યોમાં રિલીઝ નહિં થાય તો ફિલ્મની ટીમને સોથી મોટો ફટકો લાગી શકે છે? ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મી દુનિયાના જાણકાર કોમલ નહાટાનું કહેવું છે કે ‘પદ્માવત આ ચારરાજ્યોમાં રિલીઝ નહિં થાય તો 50 કરોડ રૂપિયા ડુબવાની શક્યતા છે.

મહત્વનું છે કે અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’ અને સંજય લીલા ભણસાળીની ‘પદ્માવત’ એક જ દિવસે રિલીઝ થવા જઇ રહી હતી. બંને ફિલ્મો એક સાથે 25જાન્યુઆરીનાં રોજ રિલીઝ થવાની હતી. જોકે વર્ષની મોસ્ટ અવેઇટેડ સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘પદ્માવત’ની સાથે ટક્કર લેવાનું અક્ષય કુમારે ટાળી દીધુ છે. આ સાથે જ અક્ષય કુમારે તેની ફિલ્મની રિલીઝ ડેટ આગળ ખસેડીને 9 ફેબ્રુઆરી કરી દીધી છે.
First published:

Tags: Ahmedabad police, Cinema, Issue, Padmavat Movie, Release, Security