સંજયલીલા ભણસાલી નિર્દેશીત ફિલ્મ પદ્માવતને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. ફિલ્મનો વિરોધ કરી રહેલ કરણી સેનાએ ભણસાલીનું આમંત્રણ સ્વીકાર્યું છે. પદ્માવત ફિલ્મ રિલિઝ થાય તે પહેલા કરણીસેના ફિલ્મ જોવા તૈયાર થઈ ગઈ છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, જો ફિલ્મ રિલીઝ થઈ ગઈ તો, કરણીસેના ના તો ફિલ્મ જોશે કે, ના કોઈને જોવા દેશે.
કાલવીએ મીડિયા સામે નિવેદન આપ્યું કે, તે ભણસાલીની આ ફિલ્મ જોવા માટે તૈયાર છે, પરંતુ એ તો જણાવવામાં આવે કે ક્યારે જોવાની છે, અને ક્યાં જોવાની છે. ઉલ્લેખનીય છે કે, ભણસાલી તરફથી મળેલ પત્રમાં આ વાતની કોઈ માહિતી નથી આપવામાં આવી, કે ફિલ્મ જોવા ક્યારે જવાનું છે. અને ક્યાં જવાનું છે. એવામાં કરણી સેના દ્વારા કરવામાં આવેલ આ વાત કટાક્ષરૂપે કહેવામાં આવી છે.
આ બાજુ પદ્માવત ફિલ્મને રિલીઝ માટે મંજૂરી આપનાર સેંસર બોર્ડના પ્રમુખ પ્રસુન્ન જોશીને Z પ્લસ સિક્યુરિટી આપવામાં આવી છે. કરણીસેનાની વારંવાર ધમકી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેંસર બોર્ડના પ્રમુખ પ્રસુન્ન જોશીને જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં જવા માટે ખાસ Z પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર