નવી દિલ્હી: દીપિકા પાદુકોણ સ્ટાર 'પદ્માવત'ને લઇને વિવાદનો વંટોળ શાંત થવાનું નામ જ નથી લેતો. હવે ફિલ્મની રીલિઝને માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે આ ફિલ્મ ગુજરાત અને રાજસ્થાનમાં કેમની રિલીઝ થશે તે પ્રશ્ન ફિલ્મ જોવા માટે ઉત્સાહી જનતાને થઇ રહ્યો છે. પણ દેશમાં કેટલાંય એવાં ફિલ્મી રસિયાઓ છે જે આ 'પદ્માવત'ની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. અને આ ફિલ્મને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે પણ તેઓ ઉત્સાહિત છે.
'પદ્માવતી'નાં ટ્વિટર હેન્ડલ પર તેની એડવાન્સ બૂકિંગ માટે લિંક શેર કરવામાં આવી છે. ફિલ્મની રિલીઝનાં ચાર દિવસ પહેલાં જ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોનારાઓ આ માટે બૂકિંગ કરાવી રહ્યાં છે.
એક તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે દેશના અન્ય વિસ્તારની વાત કરીએ તો ફરિદાબાદ, હિસ્સાર, રોહતક જેવા શહેરોમાં 'પદ્માવત'નાં તમામ શોની એડવાન્સ બૂકિંગ ચાલુ થઇ ગઇ છે.