મુંબઇ: અક્ષય કુમારની ફિલ્મ 'પેડમેન' બોક્સ ઓફિસ પર ખુબજ સારુ પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે રિલીઝનાં પાંચમાં દિવસે બોક્સ ઓફિસ પર 6.12 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 9 ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થયેલી
આ ફિલ્મે પહેલાં દિવસ શુક્રવારે 10.26 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે શનિવારે 13.68 કરોડ રૂપિયાની કમાણી કરી, રવિવારે 16.11 કરોડ રૂપિયા અને સોમવારે 5.87 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મે પાંચ દિવસમાં 50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. દર્શકો અક્ષય કુમાર સ્ટાર આ ફિલ્મને ખુબ પસંદ કરી રહ્યાં છે
પાકિસ્તાનમાં ફિલ્મ પર લદાયો પ્રતિબંધ
પર્સનલ હાઇજીન અને સેનેટરી પેડ્સ અંગે મહિલાઓમાં જાગૃતતા ફેલાવવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મને પાકિસ્તાનમાં સંસ્કૃતિ અને સમાજનો હવાલો આપીને સેન્સર બોર્ડે પ્રતિબંધ લગાવી દીધો છે.
પૈસા કમાવવાનાં હેતૂથી નહીં સમાજ સેવાનાં હેતૂથી બની છે ફિલ્મ
ઉલ્લેખનિય છે કે અક્ષય કુમારની આ ફિલ્મ સમાજમાં મહિલાઓને સેનેટરી નેપકિન્સનું મહત્વ સમજાવવાનાં ઉદ્દેશથી બનાવવામાં આવી છે. આ ફિલ્મનો અસલી ઉદ્દેશ પૈસા કમાવવાનો નથી પણ મહિલાઓને જાગૃત કરવાનો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર