જયપુર: ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ પર સેન્સરે તો ગ્રીન સિંગ્નલ આપી દીધુ છે છતા તેનાં વિરોધની આગ શાંત થવાનું નામ નથી લેતી. હવે ફિલ્મ પર રોક લગાવવા માટે મહિલાઓએ જૌહરની ધમકી આપી છે. આ મહિલાઓએ ચિત્તોડગઢ કિલ્લાનાં તે જ સ્થાન પર જૌહરની ધમકી આપી છે જ્યાં રાણી પદ્મિનીએ અન્ય રાણીઓ અને દાસીઓ સાથે જૌહર કર્યુ હતું.
પદ્માવતી સાથે જોડાયેલા તમામને ફાંસી પર ચઢાવવાની વાતશનિવારે ચિત્તોડગઢનાં સર્વ સમાજની બેઠકમાં ક્ષત્રીય સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. સોર્સિસની માનીયે તો જૌહર સ્મૃતિ સંસ્થાનનાં જનરલ સેક્રેટરી કણ સિંહએ કહ્યું કે, ફિલ્મની રિલીઝ પર રોક ન લાગી તો તેની સાથે જોડાયેલાં તમામ લોકોને ફાંસી પર ચઢાવી દેવાશે.
PM મોદી અને ગૃહપ્રધાન રાજનાથ સિંહને ફિલ્મ પર રોકની માંગણી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે 17 જાન્યુઆરીથી રાજમાર્ગ જામ કરવાની સાથે જ રેલવેને પણ રોકવામાં આવશે. સર્વ સમાજનાં એક પ્રતિનિધિમંડલ રવિવારે દિલ્હી જઇ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે. રાજનાથ સિંહ સામે દેશભરમાં ફિલ્મનાં પ્રદર્શન પર રોક લગાવવાની માંગણી કરશે.
શું કહેવું છે કરણી સેનાનાં પ્રવક્તા વીરેન્દ્ર સિંહનું કરણી સેનાનાં પ્રવક્તા વીરેન્દ્ર સિંહનું કહેવું છે કે, બોર્ડનાં અધ્યક્ષ 16 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદીને મળશે. અમે તેમને પણ ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરીશું. આ તમામ વિરોધ વચ્ચે જો ફિલ્મની રિલીઝ પર રોક નહીં લગાવવામાં આવે તો મહિલાઓ તે જગ્યાએ જ જૌહર કરશે, જ્યા રાણી પદ્મિનીએ જૌહર કર્યુ હતું.
શ્રી રાજપૂત કરણી સેનાનાં સંરક્ષક લોકેન્દ્ર સિંહ કાલવીનું કહેવું છે કે કરણી સેનાએ પહેલાં 25 અને 26 જાન્યુઆરીએ ભારત બંધની યોજના બનાવી હતી પણ આ દિવસે ગણતંત્ર દિવસ હોવાને કારણે તે સ્થગિત કરી દીધુ છે હવે આંદોલન 17 જાન્યુઆરીથી શરૂ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર