Home /News /entertainment /

શું ઓપનિંગ વિકએન્ડમાં 100 કરોડનો આંકડો કરશે પાર 'પદ્માવત' ?

શું ઓપનિંગ વિકએન્ડમાં 100 કરોડનો આંકડો કરશે પાર 'પદ્માવત' ?

ફિલ્મ અંગે લોકોમાં જે ઉત્સાહ છે તે જોઇને લાગે છે કે ફિલ્મ પહેલાં દિવસે 20 કોરડની આસપાસની કમાણી કરશે.

ફિલ્મ અંગે લોકોમાં જે ઉત્સાહ છે તે જોઇને લાગે છે કે ફિલ્મ પહેલાં દિવસે 20 કોરડની આસપાસની કમાણી કરશે.

    મુંબઇ: સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'પદ્માવત' ખુબ બધા વિવાદ બાદ આખરે રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મની રિલીઝની સાથે જ રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સહિતનાં સ્ટાર્સને હવે રાહતનો શ્વાસ
    લીધોછે. બુધવારે રાત્રે જ દર્શકોએ આ ફિલ્મની પ્રિ બુકિંગ કરી લીધી હતી.

    ભલે પદ્માવત ગુજરાત સહિત અન્ય ચાર રાજ્યોમાં રિલીઝ ન થઇ હોય પણ જ્યાં જ્યાં ફિલ્મ રિલીઝ થઇ છે તેને જોયા બાદ દર્શકોમાં ખુશી છે. આપને જણાવી દઇએ કે ફિલ્મ અંગે રાજપૂત કરણી સેનાએ જે આરોપો લગાવ્યા હતાં તે તમામ ફિલ્મ જોઇને બહાર આવેલી જનતાએ ફગાવી દીધા છે.

    ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં. હવે જોવાનું એ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલો કમાલ બતાવે છે.ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટનું માનીયે તો, ફિલ્મ અંગે લોકોમાં જે ઉત્સાહ છે તે જોઇને લાગે છે કે ફિલ્મ પહેલાં દિવસે 20 કોરડની આસપાસની કમાણી કરશે. સાથે જ ઓપનિંગ વિકએન્ડમાં જ તે 100 કરોડનો બિઝનેસ કરી લેશે.

    આ ફિલ્મને દેશભરમાં ચર્ચા થઇ છે. તેનો તેને સંપૂર્ણ લાભ મળશે. ફિલ્મ પસંદ કરનારા હોય કે તેનો વિરોધ કરનારા હોય તેઓ એક વખત તો ફિલ્મ જરૂર જોશે. તે જોવા માટે કે ફિલ્મ રિલીઝ વખતે થયેલો વિરોધ કેટલો યોગ્ય હતો.

    આફિલ્મને સમિક્ષકોએ 1.5થી 4.5 સ્ટાર્સ રેટિંગ આપ્યા છે. ફિલ્મમાં રણવીર સિંહ આક્રમક ભૂમિકામાં છે. તો દીપિકા ખુબજ સુંદર રાણી પદ્મિનીનાં પાત્રમાં છે. શાહિદનાં ડાઇલોગ્સ લોકોને ખુબ પસંદ પડ્યાં છે.

    હવે તો જોવું એ રહેશે કે ટ્રેડ એનાલિસ્ટ દ્વારા કરવામાં આવેલા પ્રિડિક્શન કેટલાં સાચા ઠરે છે. અને ફિલ્મ કેટલી કમાણી કરે છે.

    અત્યાર સુધીમાં થઇ 4 કરોડની કમાણી
    ભારે વિવાદ અને બંધની વચ્ચે પણ 'પદ્માવત' ફિલ્મે અત્યાર સુધીમાં ફિલ્મે 4 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Box Office, Padmaavat, આગાહી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन