Home /News /entertainment /Streaming Now: રહસ્યથી ભરપૂર London Files અને Guilty Minds સહિત આ 5 ફિલ્મ-વેબસિરીઝ શનિ-રવિ જોવા જેવી
Streaming Now: રહસ્યથી ભરપૂર London Files અને Guilty Minds સહિત આ 5 ફિલ્મ-વેબસિરીઝ શનિ-રવિ જોવા જેવી
આ ફિલ્મ્સ અને વેબસિરીઝ જોવા જેવી
Web series : રજાઓમાં જોઈ શકાય તેવી શાનદાર સિરીઝ, જેમાં લંડન ફાઇલ્સ (landon files) સસ્પેન્સ થ્રિલર સિરીઝ છે. તો ઓહ માય ગોડ (oh my god) ફિલ્મમાં અંધ સાઇબેરિયન હસ્કી અને શાળાએ જતા બાળક વચ્ચેના લાગણીના બંધનને રજૂ કરવામાં આવ્યું
અત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ (OTT platforms) પર ઘણી સારી વેબ સિરીઝ (Web series) ચાલી રહી છે. અવનવા વિષય અને જોરદાર સ્ટોરીના કારણે લોકો ધીમે ધીમે OTT પ્લેટફોર્મ તરફ વળી રહ્યા છે. વર્તમાન સમયે વુટ સિલેક્ટ (Voot select) પર ચાલતી લંડન ફાઇલ્સે લોકોમાં ઉત્સુકતા જગાવી છે. લંડન ફાઇલ્સમાં અર્જુન રામપાલ મુખ ભૂમિકામાં છે. તે હોમિસાઈડ ડિટેકટિવનો રોલ ભજવે છે અને મીડિયા મુગલની લાપતા પુત્રીને શોધવાનો કેસ સંભાળે છે. આ સિરીઝ ડ્રામા અને સસ્પેન્સથી ભરપૂર છે. આવી જ વધુ એક ડ્રામા ગિલ્ટી માઈન્ડ્સ (Guilty Minds) છે. જે એમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video) પર જોવા મળે છે.
અહીં રજાઓમાં.જોઈ શકાય તેવી કેટલીક સિરિઝ અંગે જાણકારી આપવામાં આવી છે.
લંડન ફાઇલ્સ (Voot Select)
લંડન ફાઇલ્સ સસ્પેન્સ થ્રિલર સિરીઝ છે. જેમાં યુનાઇટેડ કિંગડમમાં ઇમિગ્રેશન વિરોધી કઠોર કાયદો પસાર થયા પછી અશાંતિનું વાતાવરણ બતાવ્યું છે. ત્યાં રહેતા તમામ ઇમિગ્રન્ટ્સની આજીવિકાને જોખમમાં મુકાઈ જતા અંધાધૂંધી સર્જાય છે. આ બધાની વચ્ચે અંગત ઊથલપાથલ અને ડિપ્રેશન સામે ઝઝૂમી રહેલા અર્જુન રામપાલ એટલે કે ડિટેકટિવ ઓમ સિંઘ પોતાના કામમાં છટકી જવા તલપાપડ છે.
આ સિરીઝમાં પૂરબ કોહલીએ મીડિયા મુગલ અમર રોયની ભૂમિકા ભજવી છે. તેની પુત્રી રહસ્યમય રીતે ગાયબ થવાની ઘટનાની તપાસ કરવાની ઓમને કરવાની ફરજ પાડવામાં આવે છે. આ કેસના કારણે ઓમનું સ્થિર જીવન અણધાર્યો વળાંક લે છે. ત્યારબાદ તે જેમ જેમ રહસ્યો ઉકેલવા તરફ આગળ વધે છે તેમ તેમ તેનો ભૂતકાળ સામે આવતો જાય છે. ડ્રામા અને સસ્પેન્સથી ભરપૂર લંડન ફાઇલ્સમાં સપના પબ્બી, મેધા રાણા, ગોપાલ દત્ત, સાગર આર્ય, અને ઇવા જેન વિલિસ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝના 6 એપિસોડ વુટ સિલેક્ટ પર જોઈ શકાય છે.
ગિલ્ટી માઈન્ડ્સ (Amazon Prime Video)
આ ક્રાઈમ ડ્રામા છે. જેમાં શ્રિયા પિલગાંવકર (મિર્ઝાપુર) અને વરુણ મિત્રા (જલેબી, તેજસ) મુખ્ય ભૂમિકામાં છે. શેફાલી ભૂષણ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત થતા જયંત દિગંબર સામલકર દ્વારા સહ-દિગ્દર્શિત આ સિરીઝ બે યુવાન અને મહત્ત્વાકાંક્ષી વકીલોની સફર દર્શાવે છે.
આ ડ્રામામાં નમ્રતા શેઠ, સુગંધા ગર્ગ, કુલભૂષણ ખારબંદા, સતીષ કૌશિક, બેન્જામિન ગિલાની, વિરેન્દ્ર શર્મા, દીક્ષા જુનેજા, પ્રણય પચૌરી, દીપક કાલરા અને ચિત્રાંગદા સતરૂપા પણ મુખ્ય ભૂમિકામાં છે અને તેમાં કરિશ્મા તન્ના, શક્તિ કપૂર અને સુચિત્રા કૃષ્ણમૂર્તિ જેવા ટોચના કલાકાર મહેમાન ભૂમિકામાં છે. આ કોર્ટરૂમ ડ્રામામાં વકીલોની વિચારધારાઓ ટકરાય છે. આ ડ્રામાને કરણ ગ્રોવર દ્વારા પ્રોડ્યુસ અને અંતરા બેનર્જી અને નાવેદ ફારૂકી દ્વારા સહ-નિર્માણ કરવામાં આવેલ છે.
ઓહ માય ડોગ (Amazon Prime Video)
સરોવ શનમુગમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અંધ સાઇબેરિયન હસ્કી અને શાળાએ જતા બાળક વચ્ચેના લાગણીના બંધનને રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દરેકને આ વિશ્વમાં રહેવાનો અધિકાર છે તે વાત પર ભાર મૂકે છે. આ ફિલ્મ 21 એપ્રિલે તમિળ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી.
તુલસીદાસ જુનિયર (Netflix)
આ ફિલ્મમાં સ્પોર્ટ્સ ડ્રામા છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. ફિલ્મની વાર્તા 1994ની આસપાસ આકાર લે છે. જેમાં સ્નૂકરની રમત પ્રત્યે ઉત્સાહીત અને ભાવનાત્મક જોડાણ ધરાવતા કિશોરની વાર્તા દર્શાવવામાં આવી છે. મૃદુલ દિગ્દર્શિત આ ફિલ્મમાં વરુણ બુદ્ધદેવ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે.
પાર્ક જુન વૂ દ્વારા દિગ્દર્શિત કોરિયન સિરીઝમાં રહસ્યમય ટેક્સી સર્વિસ રેઇનબો ટેક્સી સર્વિસની સ્ટોરી જોવા મળે છે, જે ન્યાય મેળવવામાં અસમર્થ એવા પીડિતો વતી બદલો લે છે. સિરીઝમાં કિમ દો-કી રહસ્યમયી ડ્રાઇવર છે. જેની માતાની ભૂતકાળમાં હત્યા કરવામાં આવી હોય છે. જ્યારે કંગ હા-ના એટર્ની છે. આ ટીમમાં ગો-યુન આઇટી સ્પેશિયાલિસ્ટ છે. લોકો તેને હેકર માને છે. કિમ દો-કી અને ગો-યુન રેઈનબો ટેક્સી કંપનીમાં સાથે મળીને કામ કરે છે. આ સિરીઝમાં લી જે-હૂન, એસોમ, પાય યે-જિન, કિમ યુઈ-સુંગ, ચા જી-યેઓન, લી યુ-જુન એન ડી જાંગ હયુક-જિન સિગિનિફિસન્ટ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર