Oscars 2022 Winners List : ઓસ્કાર 2022માં બેસ્ટ ફિલ્મ (oscar 2022 best film CODA), ઓસ્કાર 2022 બેસ્ટ એક્ટર્સ (Oscar 2022 Best Actor will smith) સહિત જુઓ કઈ-કઈ કેટેગરીમાં કોણ વિજેતા બન્યું
Oscars 2022 Winners List : મનોરંજન ઉદ્યોગનો સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ 2022 (Oscar Award 2022) નું લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઓસ્કાર 2022 માં ડ્યૂન ((Dune) ની સાથે CODAનો દબદબો જોવા મળ્યો. આ વખતે આ શો ત્રણ મહિલા અભિનેત્રીઓએ હોસ્ટ કર્યો હતો. જેમાં એમી શૂમર (Amy Schumer), વાન્ડા સાઈક્સ (Wanda Sykes) અને રેજીના હોલ (Regina Hall) નું નામ સામેલ છે. ડૂ્યૂને એક નહીં પરંતુ 6 કેટેગરીમાં જીત મેળવી છે.
આ દરમિયાન તમામની નજર બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટર અને બેસ્ટ ડિરેક્ટરના એવોર્ડ પર ટકેલી હતી. જેમાં વિલ સ્મિથે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો અને CODAએ બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં જીત મેળવી. આ સાથે એવોર્ડ શોમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા લોકોને પણ યાદ કરવામાં આવ્યા હતા. આ વખતે એવોર્ડ શો ઘણી રીતે ખાસ હતો. આવો તમને જણાવીએ કે આ વખતે ઓસ્કાર એવોર્ડ શોમાં કઈ કેટેગરીમાં કોણ જીત્યું.
ઓસ્કાર એવોર્ડ 2022 ની યાદી
શ્રેષ્ઠ અભિનેતા - વિલ સ્મિથ (King Richards) શ્રેષ્ઠ અભિનેત્રી - જેસિકા ચેસ્ટેન (The Eyes Of Tammy Faye) શ્રેષ્ઠ સહાયક અભિનેતા - ટ્રોય કોત્સુર (CODA) શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - એરિયાના ડી બોસ (West Side Story) શ્રેષ્ઠ ફિલ્મ - CODA શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી - ધ ક્વિન ઓફ બાસ્કેટબોલ શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ - એન્કેન્ટો શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ - ધ લોંગ ગુડબોય શ્રેષ્ઠ એનિમેશન શોર્ટ ફિલ્મ - ધ વિન્ડશિલ્ડ વાઇપર શ્રેષ્ઠ દિગ્દર્શક - જાન કેમ્પિયન (The Power Of The Dog) શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ - ડ્રાઇવ માય કાર શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલ - દ આઈઝ ઓપ ટેમી ફાયે