Home /News /entertainment /Oscars 2022 : થપ્પડ કાંડ પર Will Smith એ ક્રિસ રોકની ખુલ્લેઆમ માફી માંગી, કહ્યું- 'હું તેની પત્નીની મજાક સહન ન કરી શક્યો'

Oscars 2022 : થપ્પડ કાંડ પર Will Smith એ ક્રિસ રોકની ખુલ્લેઆમ માફી માંગી, કહ્યું- 'હું તેની પત્નીની મજાક સહન ન કરી શક્યો'

ઓસ્કાર કાર્યક્રમમાં વીલ સ્મિથ થપ્પડ કાંડ મામલો

ઓસ્કાર 2022 (OSCARS 2022) ના કાર્યક્રમમાં વીલ સ્મિથે (Will Smith) કોમેડિયન ક્રિસ રોક (Chris Rock) ને થપ્પડ મારવા બદલ સોશિયલ મીડિયા દ્વારા જાહેરમાં માફી માંગી (Will Smith apologized) છે, તેણે સમગ્ર ઘટના પર શરમ વ્યક્ત કરી બધાની માફી માંગી.

વધુ જુઓ ...
Oscars 2022 : CODA અને Dune સાથે 94th Academy Award 2022 (94th Academy Award 2022) માં, વિલ સ્મિથ (Will Smith) પણ પોતાનો ગુસ્સાને લઈ ચર્ચાનો વિષય બની ગયો. ઓસ્કાર એવોર્ડ દરમિયાન, વિલ સ્મિથ તેની પત્ની જેડા પિંકેટ સ્મિથ (Jada Pinkett Smith) પર કરેલી ક્રિસ રોક (Chris Rock) દ્વારા કરવામાં આવેલી મજાક પર એટલો ગુસ્સે થયો કે તેણે સ્ટેજ પર જઈને ક્રિસ રોકને થપ્પડ મારી દીધી. જે બાદ આ ઘટનાની દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી હતી. જો કે, આ ઘટના પછી, જ્યારે વિલ 'કિંગ રિચર્ડ' માટે તેના શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર મેળવવા માટે સ્ટેજ પર પહોંચ્યો, ત્યારે તેણે એકેડેમી પાસે તેના વર્તન માટે માફી પણ માંગી અને હવે તેણે આ સંબંધમાં એક સત્તાવાર નોંધ પણ શેર કરી છે.

વિલ સ્મિથે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતી વખતે ક્રિસ રોકને થપ્પડ મારવા બદલ માફી માંગી છે. વિલ સ્મિથ તેની પોસ્ટમાં લખે છે- 'હિંસા તેના તમામ સ્વરૂપોમાં ઝેરી અને વિનાશક હોય છે. ગઈકાલે રાત્રે એકેડેમી એવોર્ડ્સમાં મારું વર્તન અસ્વીકાર્ય અને અક્ષમ્ય હતું. જોક્સ નોકરીનો એક ભાગ છે, પરંતુ જાડાની તબીબી સ્થિતિ વિશેની મજાક મારા માટે સહન કરવા માટે ખૂબ જ વધુ હતી અને મેં ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપી.'

તેણે આગળ લખ્યું- 'હું ક્રિસની જાહેરમાં માફી માંગવા માંગુ છું. હું લાઇનની બહાર ગયો અને હું ખોટો હતો. હું શરમ અનુભવું છું અને મારૂ વર્તન હું જેવો માણસ બનવા માંગુ છું તેના સૂચક ન હતુ. પ્રેમ અને દયાની દુનિયામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. હું એકેડેમી, શોના નિર્માતાઓ, બધા પ્રતિભાગીઓ અને વિશ્વભરમાં જોનારા દરેકની પણ માફી માંગવા માંગુ છું; હું વિલિયમ્સ પરિવાર અને મારા 'કિંગ રિચાર્ડ' પરિવારની પણ માફી માંગવા માંગુ છું. મારા વર્તનથી આપણા બધાની ભવ્ય યાત્રા પર દાગ લાગ્યો છે તે બદલ મને ખૂબ જ દુઃખ છે.

આ પણ વાંચોOSCAR 2022 : વિલ સ્મિથ દ્વારા ક્રિસ રોકને થપ્પડ મારવાનો મામલો, બોલીવુડની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું

તમને જણાવી દઈએ કે, ઓસ્કાર એવોર્ડ 2022 દરમિયાન વિલ સ્મિથ ગુસ્સે થઈ ગયો જ્યારે ક્રિસ રોકે તેની પત્ની જેડા પિંકેટ સ્મિથના લુકની મજાક કરી. વિલ પહેલા તો આ સાંભળીને હસતો જોવા મળ્યો, પરંતુ પછી જાડાની પ્રતિક્રિયા જોઈને તે થોડો ગંભીર થઈ ગયો. આ પછી તે સ્ટેજ પર ગયો, ક્રિસ રોકને થપ્પડ મારી અને નીચે આવ્યો. અહીં આવતાની સાથે જ તેણે જોરથી બૂમો પાડીને ક્રીકને તેની પત્નીનું નામ ન લેવાની ચેતવણી પણ આપી. જો કે, પાછળથી શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર લેતી વખતે, તેણે પોતાની ક્રિયા માટે રડતા એકેડમીની માફી માંગી.
First published:

Tags: Hollywood, Hollywood Movie, Hollywood News, Hollywood stars, Oscar Award

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો