Home /News /entertainment /Oscars 2022: ભારત દ્વારા નોમિનેટે થઈ 'રાઈટીંગ વિથ ફાયર', જાણો આ ડોક્યુમેન્ટ્રીની ખાસિયત
Oscars 2022: ભારત દ્વારા નોમિનેટે થઈ 'રાઈટીંગ વિથ ફાયર', જાણો આ ડોક્યુમેન્ટ્રીની ખાસિયત
ભારતીય ડોક્યુમેન્ટ્રી રાઈટીંગ વિથ ફાયર ઓસ્કાર 2022 માટે નોમિનેટ થઈ
Oscars 2022 : રાઈટીંગ વિથ ફાયર ડોક્યુમેન્ટ્રી (writing with fire documentary) થી દેશને ઘણી આશાઓ છે. રાઈટીંગ વિથ ફાયર (writing with fire) એ જર્નાલિઝમ પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી છે, જેને ઓસ્કાર 2022 માટે નોમિનેટ કરવામાં આવી છે
Oscars 2022 : 94th Academy Awards, આ એવોર્ડની શરૂઆત થઈ ગઈ છે, જેના માટે માત્ર સેલેબ્સ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. વિજેતાઓની પસંદગી પ્રક્રિયામાં, એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના 9847 સભ્યોએ 276 ફિલ્મો માટે 27 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરીની વચ્ચે તેમના મત આપ્યા હતા. આ વર્ષે ઓસ્કાર (Oscars 2022) માં ધ પાવર ઓફ ધ ડોગ (the power of the dog) નું વર્ચસ્વ છે, જેને 12 નોમિનેશન મળ્યા છે. આ ફિલ્મમાં બેનેડિક્ટ કમ્બરબેચ અને કર્સ્ટન ડન્સ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે જ ઓસ્કાર નોમિનેશનમાં ભારતની એક ડોક્યુમેન્ટ્રીનું નામ પણ સામેલ છે. ભારત દ્વારા નામાંકિત આ ડોક્યુમેન્ટરી છે 'રાઈટીંગ વિથ ફાયર' (writing with fire).
આ ડોક્યુમેન્ટ્રી (writing with fire documentary) થી દેશને ઘણી આશાઓ છે. રાઈટીંગ વિથ ફાયર એ જર્નાલિઝમ પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી છે, જેને ઓસ્કાર 2022 માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીને અગાઉ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ડોક્યુમેન્ટ્રી અત્યાર સુધીમાં 12 ઇન્ટરનેશનલ એવોર્ડ જીતી ચૂકી છે.
રાઈટિંગ વિથ ફાયરનું નિર્દેશન રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષે કર્યું છે. બંનેની કારકિર્દીની આ પ્રથમ ડોક્યુમેન્ટ્રી છે. ખાસ વાત એ છે કે, તેને ગ્લોબલ લેવલ પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પત્રકારો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને સંઘર્ષની વાર્તા રાઈટીંગ વિથ ફાયરમાં બતાવવામાં આવી છે. હવે આ ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે, તો આખો દેશ તેની પાસેથી અપેક્ષા રાખી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 94માં એકેડેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય દર્શકો સ્ટાર વર્લ્ડ અને સ્ટાર મૂવીઝ દ્વારા ઓસ્કાર જોઈ શકશે. આ વખતે તે કોમેડિયન્સ એમી શૂમર, વાન્ડા સાયક્સ અને રેજીના હોલ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહી છે. ગાયક બેયોન્સ અને બિલી ઈલિશ ઓસ્કારમાં તેમના ગીતોથી માહોલ બનાવશે. પિચફોર્ક (Pitchfork) અનુસાર, 40 વર્ષીય ગાયિકા એકેડમી એવોર્ડ્સમાં તેનું ગીત બી અલાઇવ (Be Alive) ગાતી જોવા મળશે. તો, બિલી ઈલિશ નો ટાઈમ ટુ ડાઈ (No Time To Die) દ્વારા દર્શકોનું મનોરંજન કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર