Home /News /entertainment /'ધ શેપ ઓફ વોટર'ને મળ્યો બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ

'ધ શેપ ઓફ વોટર'ને મળ્યો બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ

ઓસ્કાર એવોર્ડ સેરેમનીની પ્રતિકાત્મક તસવીર

બેસ્ટ લીડ રોલ એક્ટરનો એવોર્ડ ડાર્કેસ્ટ ઓવર માટે ગેરી ઓલ્ડમેનને આપવામાં આવ્યો છે

    લોસ એન્જલસ: 90માં ઓસ્કાર એવોર્ડ ફંક્શનમાં તમામ એવોર્ડની જાહેરતા થઇ ચૂકી છે. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ 'ધ શેપ ઓફ વોટર'ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મનાં નિર્દેશક ગૂલેર્મો ડેલ ટોરો છે. તેમને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે. આ ફિલ્મમાં સૈલી હોકિન્સે લિડ રોલમાં હતાં. આ અમેરિકન ફેન્ટસી ડ્રામા જોનરાની ફિલ્મછે. જેમાં 1962નાં બાલ્ટીમોર શહેરની કહાની દર્શાવવામાં આવી છે. એક સરકારી લેબોરેટરીનાં મુંગા ચોકીદારને પાણીમાં રહેનારા જીવ સાથે પ્રેમ થઇ જાય છે. જેમાં હોકિન્સ ચોકીદારનું પાત્ર ભજવે છે. જે તેનાં ઘરમાં એકલી રહે છે.

    આપને જણાવી દઇએ કે ઓસ્કાર એવોર્ડનું આયોજન અમેરિકાનાં લોસ એન્જલ્સ શહેરનાં ડોલ્બી થિએટરમાં યોજાઇ રહ્યું છે.

    ધ શેપ ઓફ વોટરનાં ડિરેક્ટર ગૂલેમો ડેલ ટોરો




    બેસ્ટ લીડ રોલ એક્ટરનો એવોર્ડ ડાર્કેસ્ટ ઓવર માટે ગેરી ઓલ્ડમેનને આપવામાં આવ્યો છે. જ્યારે બેસ્ટ એક્ટર ઇન ફિમેલનો એવોર્ડ ફ્રાન્સેસ મેકડોરમંડને આપવામાં આવ્યો છે. તેમને આ એવોર્ડ થ્રી બિલબોર્ડ્સ માટે મળ્યો છે. બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ ધ શેપ ઓફ વોટર માટે ગૂલેર્મો ડેલ ટોરોને મળ્યો છે. સૌથી વધુ ત્રણ એવોર્ડ ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ડનકર્કે જીત્યા છે.



    બેસ્ટ સાઉન્ડ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ અને બેસ્ટ ફિલ્મ એડિટિંગ આમ ત્રણ અવોર્ડ્સ તેણે તેનાં નામે કર્યા છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ સેમ રોકવેલે જીત્યો છે. આ તેને થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ, મિસૂરી માટે મળ્યો છે. બેસ્ટ સિનેમેટોગ્રાફીનો આ એવોર્ડ અવોર્ડ બ્લેડ રનર 2049ને આપવામાં આવ્યો છે. આ એવોર્ડ સિનેમેટોગ્રાફર રોજર ડીકિન્સે ફાળે ગયો છે.





    કોને મળ્યો કયો એવોર્ડ
    -બેસ્ટ ફિલ્મ- ધ શેપ ઓફ વોટર માટે ડિરેક્ટર ગૂલેમો ડેલ ટોરો
    - બેસ્ટ એક્ટ્રેસ- ફ્રાન્સેસ મેકડોરમંડ માટે થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ, મિસૂરી માટે
    -બેસ્ટ લીડ રોલ એક્ટરનો એવોર્ડ ડાર્કેસ્ટ ઓવર માટે ગેરી ઓલ્ડમેનને મળઅયો
    -બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો એવોર્ડ રિમેમ્બર મી (કોકો)ને મળ્યો
    - બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન- ધ શેપ ઓફ વોટર
    - બેસ્ટ ફોરન લેંગ્વેજ ફિલ્મ- અ ફેટાસ્ટિક વૂમન (ચિલી)
    - બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ- કોકો (ડિઝ્ની)
    - બેસ્ટ એડીટિંગ- લી સ્મિથ (ડનકિર્ક)
    - બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ- બ્લેડ રનર 2049
    - બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈન- ફેંટમ થ્રેડ
    - મેકઅપ- હેર સ્ટાઈલ- ડાર્કેસ્ટ અવર
    - ઓરિજિનલ સોંગ- ફિલ્મ કોકોનું ગીત રીમેમ્બર મી
    - ઓરિજિનલ સ્કોર- 'ધ શેપ ઓફ વોટર' માટે અલેક્સાંદ્રે ડિસપ્લાટ
    - બેસ્ટ સિનેમેટોગ્રાફી- બ્લેટ રનર 2049 માટે રોજર એ. ડિકિન્સ
    - ઓરિજિનલ સ્ક્રીન પ્લે- 'ગેટ આઉટ' માટે જોર્ડન પીલે
    - અડોપ્ટેડ સ્ક્રીન પ્લે- 'કોલ મી બાય યૂઅર નેમ' માટે જેમ્સ આઈવરી
    - લાઈવ એક્શન શોર્ટ- 'ધી સાઈલેન્ડ ચાઈલ્ડ' માટે ક્રિસ ઓવરટન અને રેચલ શેંટોં
    - બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ- 'હેવન ઈઝ અ ટ્રાફિક જામ ઓન ધી 405'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Award function, Hollywood

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन