Home /News /entertainment /OSCAR 2022: જય ભીમ અને મરક્કર હરીફાઈમાંથી બહાર ફેંકાઈ, ઓસ્કાર માટે નોમિનેટ થઈ આ 10 ફિલ્મો

OSCAR 2022: જય ભીમ અને મરક્કર હરીફાઈમાંથી બહાર ફેંકાઈ, ઓસ્કાર માટે નોમિનેટ થઈ આ 10 ફિલ્મો

OSCAR 2022: જય ભીમ અને મરક્કર હરીફાઈમાંથી બહાર ફેંકાઈ, ઓસ્કાર માટે નોમિનેટ થઈ આ 10 ફિલ્મો

OSCAR 2022 : ઓસ્કર માટે ભારત તરફથી મોકલવામાં આવેલી જય ભીમ (Jai Bhim) અને મરક્કર (Marakkar) ફિલ્મો ફાઇનલ લિસ્ટમાં પહોંચી શકી નથી. આ સાથે જે ઓસ્કર માટે નોમિનેટ થયેલી ફિલ્મોની જાહેરાત થઈ ચૂકી છે

  OSCAR 2022 : 95મા એકેડમી એવોર્ડ (94th Academy Awards Nomination)ના નોમિનેશનની જાહેરાત થઈ ચૂકી છે. એકેડમી એવોર્ડને આપણે ઓસ્કર એવોર્ડ (Oscar 2022 Nomination) તરીકે ઓળખીએ છીએ. ઓસ્કર માટે ભારત તરફથી મોકલવામાં આવેલી જય ભીમ (Jai Bhim) અને મરક્કર (Marakkar) ફિલ્મો ફાઇનલ લિસ્ટમાં પહોંચી શકી નથી. આ સાથે જે ઓસ્કર માટે નોમિનેટ થયેલી ફિલ્મોની જાહેરાત થઈ ચૂકી છે. અહીં તે ફિલ્મો અંગે જાણકારી આપવામાં આવી છે.

  Coda

  કોડા ફિલ્મની વાર્તા હ્રદયસ્પર્શી છે. એક બહેરા પરિવારની નોર્મલ છોકરી રૂબીની વાર્તા ખૂબ જ સંવેદનશીલ રીતે બતાવવામાં આવી છે. આ પરિવારનો માછીમારીનો ધંધો છે, જેમાં રૂબી તેના પિતા અને ભાઈને મદદ કરે છે તેમજ અભ્યાસ પણ કરે છે. રૂબી જ્યારે સ્કૂલે જાય છે ત્યારે તેના શરીરમાંથી આવતી માછલીઓની વાસને કારણે સ્કૂલના બાળકો તેની મજાક ઉડાવે છે. રૂબી સિંગર બનવા માંગે છે. ફિલ્મમાં તેના જીવનમાં આવેલી મુશ્કેલીઓ વિશે બતાવવામાં આવ્યું છે.

  " isDesktop="true" id="1177635" >

  Drive My Car

  ડ્રાઇવ માય કાર એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા કપલની લવ સ્ટોરી છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે પત્નીનું મૃત્યુ થાય છે. ત્યારબાદ જ્યારે પતિ ડ્રાઇવરની શોધ કરે છે, ત્યારે તેને ડ્રાઈવર અંગે જાણવા મળે છે. તે કારની ડ્રાઈવર 20 વર્ષીય યુવતી હોય છે. ફિલ્મની સ્ટોરીમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે અને પછી બંને વચ્ચે ખાસ સંબંધ બંધાય છે.

  " isDesktop="true" id="1177635" >

  Don’t Look Up

  ડોન્ટ લૂક અપ પ્રકૃતિને થતા નુકશાન સાથે સંકળાયેલ કોમેડી સ્ટોરી છે, જેમાં ભવિષ્યમાં આપણી પૃથ્વીનો અંત કેવી રીતે આવશે તેનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

  " isDesktop="true" id="1177635" >

  Belfast

  બેલફાસ્ટને 2021ની બેસ્ટ ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મની શરૂઆતમાં તમને અત્યારના સમયનું બેલફાસ્ટ શહેર જોવા મળે છે. બાદમાં 15 ઓગસ્ટ 1969ની સ્ટોરી જોવા મળે છે. પ્રખ્યાત દિગ્દર્શક કેનેથ બ્રાનાઘની આ ફિલ્મમાં આઇરિશ અને ખ્રિસ્તી લોકો વચ્ચેના રમખાણો બતાવવામાં આવ્યા છે

  " isDesktop="true" id="1177635" >

  Dune

  આ ફિલ્મમાં ગ્રહની એકદમ રસપ્રદ સ્ટોરી છે. જેમાં માનવી ઘણા જુદા જુદા ગ્રહો પર સ્થાયી થયેલા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. દરેક ગ્રહને ઘર અને દેશની જેમ ચલાવવામાં આવે છે. જેનું સંચાલન કરનાર રાજા પાસે શક્તિશાળી સૈન્ય છે. જેનો કોઈ સામનો કરી શકતું નથી.

  " isDesktop="true" id="1177635" >

  King Richard

  વિલ સ્મિથની બાયોગ્રાફિકલ ફિલ્મ કિંગ રિચર્ડમાં રિચર્ડ કહે છે કે, તેને ટેનિસ ખૂબ જ પસંદ છે. તે પુત્રીઓને શ્રેષ્ઠ ખેલાડી બનાવવા માટે ઘણા કોચને મળે છે, પરંતુ બધા ના પાડે છે. રિચર્ડની બંને પુત્રીઓ તેમના પિતાને સનકી માને છે.

  " isDesktop="true" id="1177635" >

  Licorice Pizza

  લીકૌરિસ એ પીઝા કોમેડી નાટક છે, જેનું લેખન અને નિર્દેશન પોલ થોમસ એન્ડરસન દ્વારા કરવામાં આવ્યું છે. એક 15 વર્ષની ટીનએજ છોકરીની સ્ટોરી છે જે વેલેન્ટાઈનની તૈયારી કરી રહી છે. બીજી તરફ 25 વર્ષના યુવકનું તેના પર ધ્યાન જાય છે. ફિલ્મની સ્ટોરી અત્યંત મજેદાર છે.

  " isDesktop="true" id="1177635" >

  Nightmare Alley

  નાઈટમેર એલી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની વાર્તા 1940માં શરૂ થાય છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક યુવક ઘરની વચ્ચે એક શબ ખેંચીને તેને સળગાવી દે છે, જેના કારણે આખું ઘર બળી જાય છે. આ પછી યુવલ પોતાનો સામાન બાંધવા માટે બહાર જાય છે. સસ્પેન્સથી ભરપૂર આ ફિલ્મ અંત સુધી રસ જાળવી રાખે છે.

  " isDesktop="true" id="1177635" >

  The Power Of The Dog

  આ ફિલ્મની શરૂઆત 1925માં મોન્ટાના સિટીમાં થાય છે, જેમાં પ્રાણીઓ દેખાય છે. ઘણા લોકો આ પ્રાણીઓને સંભાળી રહ્યા હોય છે. તેમનો માલિક એકદમ અક્કડ છે. આ ફિલ્મ પણ ખૂબ મજેદાર છે અને તેંની વાર્તા અંત સુધી બાંધી રાખે છે.

  " isDesktop="true" id="1177635" >

  West Side Story

  આ ફિલ્મ મ્યુઝિકલ છે. ફિલ્મમાં મોર્ડન રોમિયો અને જુલિયટની સ્ટોરી છે. જે ન્યુ યોર્ક સ્ટ્રીટ ગેંગ સાથે જોડાયેલ હોય છે. આ દરમિયાન બંનેને લવ સ્ટોરી શરૂ થાય ત્યારે ફિલ્મમાં બંને ગેંગની ખેંચતાણમાં વળાંક આવે છે. આ ફિલ્મની સ્ટોરી પણ રસપ્રદ છે.

  " isDesktop="true" id="1177635" >

  ઉલ્લેખનીય છે કે, અહીં દર્શાવવામાં આવેલી 10 ફિલ્મોમાંથી કઈ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ મળે છે, તે તો 27 માર્ચે યોજાનારા ઓસ્કાર એવોર્ડ સેરેમની 2022માં જ ખબર પડશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Hollywood Movie, Hollywood News, Oscar Award

  विज्ञापन
  विज्ञापन