નવી દિલ્હીઃ એસ.એસ, રાજામૌરલીની ફિલ્મ 'RRR'ના ગીત 'નાટૂ નાટૂ'એ થોડા દિવસો પહેલા ઈતિહાસ રચી દીધો છે. જુનિયર એનટીઆર અને રામ ચરણના આ ગીતે ઓસ્કાર 2023 પોતાના નામે કરી દીધો છે.
આ ગીતને કમ્પોઝ કરનારા મ્યુઝિક ડિરેક્ટર એમએમ કીરાવાનીને લઈને મોટી ખબર સામે આવી રહી છે જેનાથી ફેન્સ પરેશાન થઈ શકે છે. એમએમ કીરાવાની કોરોનાની લપેટમાં આવી ગયાં છે. તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે અને પોતાની હેલ્થ વિશે અપડેટ આપી છે.
મ્યુઝિક ડિરેક્ટર એમએમ કીરાવાનીએ કમ્પોઝ કરેલું ગીત 'નાટૂ નાટૂ' વર્ષ 2022ના હિટ ટ્રેક્સમાંથી એક છે. ઓસ્કાર પહેલા તેણે 80માં ગ્લોબ એવોર્ડ (80th Golden Globe Awards 2023)માં બેસ્ટ ઓરિજનલ સોન્ગનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.