Home /News /entertainment /Oscars 2023: ઑસ્કરમાં ભારતે રચ્યો ઈતિહાસ, RRRના નાટૂ નાટૂ સોંગને મળ્યો એવોર્ડ

Oscars 2023: ઑસ્કરમાં ભારતે રચ્યો ઈતિહાસ, RRRના નાટૂ નાટૂ સોંગને મળ્યો એવોર્ડ

rrr song natu natu

લૉસ એંજલિસમાં થઈ રહેલા આ એવોર્ડ શોમાં ઢગલાબંધ હોલીવૂડથી લઈને બોલીવૂડ સુધીના સ્ટાર પહોંચ્યા છે. પોતાના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં સ્ટાર્સને રેડ કારપેટ પર જોવા મળ્યા છે. ઑસ્કર 2023માં જાણીતા હોલીવૂડ સ્ટારની વચ્ચે દીપિકા પાદુકોણે ચાર ચાંદ લગાવ્યા હતા. દીપિકા આ વર્ષે પ્રેજેંટર તરીકે સેરેમનીનો ભાગ બની છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: આખરે એ દિવસ આવી ગયો, જેનો સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. 95માં એકેડેમી એવોર્ડસ એટલે કે, ઑસ્કર્સ 2023 જબરદસ્ત શરુઆત બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર છવાયેલ છે. લૉસ એંજલિસમાં થઈ રહેલા આ એવોર્ડ શોમાં ઢગલાબંધ હોલીવૂડથી લઈને બોલીવૂડ સુધીના સ્ટાર પહોંચ્યા છે. પોતાના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં સ્ટાર્સને રેડ કારપેટ પર જોવા મળ્યા છે. ઑસ્કર 2023માં જાણીતા હોલીવૂડ સ્ટારની વચ્ચે દીપિકા પાદુકોણે ચાર ચાંદ લગાવ્યા હતા. દીપિકા આ વર્ષે પ્રેજેંટર તરીકે સેરેમનીનો ભાગ બની છે.ઑસ્કર્સ 2023માં ભારતની શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દ એલિફેન્ટ વ્હિસ્પર્સે એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. પ્રોડ્યૂસર ગુનીત મોંગાની આ ફિલ્મને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય ફિલ્મ RRRએ પણ ઈતિહાસ રચ્યો છે. આ વર્ષે ડીરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. જેણે આ એવોર્ડ જીતી લીધો છે.


બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર એવોર્ડ RRRના ગીત નાટૂ નાટૂએ જીતીને ઈતિહાસ રચી દીધો છે. મ્યૂઝિક કમ્પોઝર એમએમ કીરવાનીએ પોતાની શાનદાર સ્પીચથી સૌ કોઈના દિલ ખુશ કરી દીધા હતા. આ ગીત એવોર્ડ જીતવાની જાહેરાત થતાં સમગ્ર ડોબ્લી થિએટર ખુશીથી ઝુમવા લાગ્યું હતું.
First published:

Tags: Oscar 2023, RRR Movie

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો