OSCAR 2021: કોવિડ પ્રોટોકોલમાં થશે સમારોહ, ઇવેન્ટમાં થયા બદલાવ

OSCAR 2021: કોવિડ પ્રોટોકોલમાં થશે સમારોહ, ઇવેન્ટમાં થયા બદલાવ
પ્રતિકાત્મક તસવીર

કોરોના પ્રોટોકોલને કઈ રીતે પ્રસારણમાં એકીકૃત કરવામાં આવશે. તેનાથી સુનિશ્ચિત થશે કે 3 કલાકના આ સમારોહમાં બધા જ ઉમેદવારો અને સ્પર્ધકો સુરક્ષિત રહે.

  • Share this:
    નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી (coroanvirus) કાળોકેર વર્તાવી રહી છે. જેના કારણે ઓસ્કારના (oscar awards) પ્રોડ્યુસર્સ જેસે કોલિંસ, સ્ટેસી શેર અને સ્ટિવગ સોડરબર્ગએ એવોર્ડ ફંક્શનની યોજનાઓ માટે યોજનાની ગાઇડલાઇન (guideline) નક્કી કરી છે. સાથે જ તેમણે કોરોના કાળમાં કઈ રીતે ઇવેન્ટની યોજના કરવી તે અંગે જાણકારી આપી છે. દુનિયાભરના લોકો 93મા એકેડમી એવોર્ડ્સની (Academy Awards) લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. માર્ચમાં જ્યારે 93માં એકેડમી એવોર્ડ્સના નોમિનેશનની જાહેરાત થઇ હતી ત્યારથી જ સિનેમા પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

    શોના પ્રોડ્યુસર્સ જેસે કોલિંસ, સ્ટેસી શેર અને સ્ટિવગ સોડરબર્ગ એવોર્ડ ફંક્શનને કોરોનાથી બચાવવાના પ્રયત્નોમાં લાગેલા છે. નોમિનેશન્સની જાહેરાત બાદ 25 એપ્રિલે થનારા સમારોહ અંગે પ્રોડ્યૂસર્સે ફેન્સને અપડેટ આપી છે.



    તેમણે ખુલાસો કર્યો કે, કોરોના પ્રોટોકોલને કઈ રીતે પ્રસારણમાં એકીકૃત કરવામાં આવશે. તેનાથી સુનિશ્ચિત થશે કે 3 કલાકના આ સમારોહમાં બધા જ ઉમેદવારો અને સ્પર્ધકો સુરક્ષિત રહે.

    આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

    આ પણ વાંચોઃ-શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ, 8 આરોપી કોરોના પોઝિટિવ

    આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

    આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

    તેમણે કહ્યું કે, ઇવેન્ટ દરમિયાન સ્ટ્રેન્ડ લગાવવામાં આવશે જેથી લોકોને સુરક્ષિત રાખી શકાય. પરિસ્થિતિ અને જગ્યાને અનુરૂપ લોકોના આવાગમનને સુનિશ્ચિત કરવામાં આવશે. અમે કોઈના જીવને જોખમમાં નથી મુકવા માંગતા. કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સતર્કતાથી ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે.



    અગાઉ જાણકારી સામે આવી હતી કે, આ એવોર્ડ ફંક્શનમાં જે લોકો પરફોર્મ કરવાના છે તે દરેક માટે અલગ-અલગ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ માટે નોમિનેશનની જાહેરાત પ્રિયંકા ચોપરા જોનાસ અને નિક જોનાસે કરી હતી.
    Published by:ankit patel
    First published:April 19, 2021, 21:39 pm

    ટૉપ ન્યૂઝ