પોપ્યુલર મેલ અને ફિમેલ એક્ટર્સની લિસ્ટ બહાર પાડવામાં આવી
Popular Actors List: લોકોની પસંદગી અને અભિનયના આધારે પોપ્યુલર મેલ અને ફિમેલ એક્ટર્સની લિસ્ટ બહાર પાડવામાં આવી છે. આ લિસ્ટમાં 'પઠાણ' એટલે કે શાહરૂખ ખાન સરકીને નીચે આવી ગયો છે. જાણો કોણ બન્યું નંબર વન.
મનોરંજન (Entertainment)ની દુનિયામાં ફિલ્મો ચાલે ત્યારે કલાકારોને સીધો ફાયદો થાય છે. આ ઉપરાંત કેટલાક કલાકારો એવા પણ છે, જે દર્શકોમાં હંમેશા ફેવરિટ રહે છે. ભૂતકાળમાં સાઉથની ફિલ્મો (South Indian Film)ને પસંદ કરવામાં આવી રહી હોવાથી દર્શકોની પસંદગીમાં પણ પરિવર્તન આવ્યું છે. આવી સ્થિતિમાં હંમેશા ટોપ પર રહેલા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shah rukh Khan) પણ પાછળ છૂટવા લાગ્યા છે.
તાજેતરમાં એક મીડિયા રિપોર્ટમાં ટોચના મેલ અને ફીમેલ એક્ટર્સ (Top Male & Female Actors)ની યાદી જાહેર કરવામાં આવી હતી. આમાં સામેલ નામો ચોંકાવનારા છે. તો ચાલો જોઇએ, કોણે કયા સ્થાન પર જગ્યા બનાવી છે.
દેશભરના દર્શકોની પસંદગી અને ફિલ્મોને મળેલા પ્રતિસાદના આધારે તાજેતરમાં ઓરમેક્સ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ટોપ મેલ અને ફિમેલ કલાકારોના નામ શામેલ છે, જે ડિસેમ્બર 2022 સુધી દેશભરમાં ખૂબ પ્રિય હતા. આ યાદીમાં પ્રથમ ત્રણ સ્થાન પર સાઉથના કલાકારો રહ્યા છે. આ સાથે જ શાહરૂખ ખાન નીચે આવી ગયો છે અને સલમાન ખાન ટોપ 10માંથી બાર થયા છે.
શાહરૂખથી વધુ કમાય છે આ એક્ટર
સાઉથના સુપરસ્ટાર થેલાપતિ વિજયે (Thalapathy Vijay) આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. દરેક ફિલ્મથી સાઉથ તેમજ હિન્દી બેલ્ટના દર્શકોને પ્રભાવિત કરનારો આ એક્ટર હાલ હીરો નંબર વન બની ગયો છે. સમાચાર મુજબ, વિજય એક ફિલ્મ માટે 150 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે શાહરૂખની ફી 100 કરોડની નજીક છે. શાહરૂખને આ યાદીમાં 8મું સ્થાન મળ્યું છે.
કલાકારોની યાદીમાં સામેલ અન્ય કલાકારોની વાત કરીએ તો, પ્રભાસ બીજા નંબરે અને જુનિયર એનટીઆર ત્રીજા નંબરે છે, જેમની ફિલ્મ 'RRR' આજકાલ ધૂમ મચાવી રહી છે. આ સિવાય ચોથા નંબર પર અક્ષય કુમાર પાંચમાં નંબરે અલ્લુ અર્જુન, છઠ્ઠા નંબર પર યશ, સાતમા નંબરે અજીત કુમાર, નવમા નંબર પર રામ ચરણ અને દસમા સ્થાન પર મહેશ બાબુ છે. એટલે કે આ લિસ્ટમાં બોલિવૂડના માત્ર બે જ સ્ટાર સામેલ છે.
સાઉથની ફિમેલ કલાકારો પણ રેસમાં
કલાકારોની યાદીની જેમ સૌથી લોકપ્રિય મહિલા કલાકારોની યાદી પણ જાહેર થઇ ચૂકી છે. તેમાં પણ સાઉથની એક્ટ્રેસિસ બોલિવૂડની અભિનેત્રીઓ પર પર ભારે પડતી જોવા મળે છે. સૌથી પહેલા સ્થાન પર તો સૌની ફેવરિટ સમંથા રૂથ પ્રભુએ જગ્યા બનાવી લીધી છે. આ દિવસોમાં તે પોતાની ફિલ્મ 'શકુંતલમ'ને લઈને ચર્ચામાં છે. આ ઉપરાંત આલિયા ભટ્ટને બીજા નંબર પર સ્થાન મળ્યું છે.