Home /News /entertainment /Oracle Speaks 1 December : આ રાશિના જાતકોએ કેટલાક સબંધોમાં નુકસાન વેઠવું પડશે, જાણો આજનું રાશિફળ

Oracle Speaks 1 December : આ રાશિના જાતકોએ કેટલાક સબંધોમાં નુકસાન વેઠવું પડશે, જાણો આજનું રાશિફળ

Oracle Speaks જાણો આજનું રાશિફળ

Oracle Speaks 1st December : તમે હવે તમારા મિશનની સફળતાની નજીક હોઈ શકો છો અને હવે રાહતનો શ્વાસ લઈ શકો છો. નસીબ પૈસાની બાબતોમાં ઝડપી હિલચાલ સૂચવે છે.

  મેષ: 21 માર્ચ-19 એપ્રિલ


  તાજેતરના ભૂતકાળમાં થયેલી ઘટનાઓએ તમારી તરફેણમાં કામ કર્યું ન હોઈ શકે, પરંતુ પેટર્ન હવે બદલાતી જણાય છે. તમે સ્થિતિ તમારા નિયંત્રણમાં જોઈ શકો છો. જો કોઈ વ્યક્તિ ભલામણ માટે પૂછે છે, તો તમે અવગણવાનું પસંદ કરી શકો છો.

  લકી સાઇન - સ્ટ્રીટલાઇટ

  વૃષભ: 20 એપ્રિલ-20 મે


  તમે જાણતા હોય તેવા મોટાભાગના લોકો જરૂર પડ્યે મદદ કરવા માટે ન પણ હોય. તમારે તમારી પોતાની સામર્થ્યનનુ મૂલ્યાંકન કરવાની અને તેના પર વિશ્વાસ કરવાની જરૂર છે. એક આકર્ષક ઓફર તમારા માર્ગે આવી શકે છે જે વિશે તમારે વિચારવું જોઈએ.

  લકી સાઇન - નિયોન સાઇન

  મિથુન: 21 મે - 21 જૂન


  તમારા કેટલાક ભૂતપૂર્વ સાથીદારો હજી પણ તમારી પ્રગતિ પર નજર રાખી શકે છે. ઘરમાં વાદ-વિવાદ થવાની સંભાવના છે, જેના કારણે થોડું ખરાબ ફીલ થઇ શકે છે. તમે ભૂતકાળમાં કરેલા રોકાણો હવે લાભ આપી શકે છે.

  લકી સાઇન - દેડકો

  કર્કઃ 22 જૂન-22 જુલાઇ


  વસ્તુઓ સરળ રાખવાથી ખરેખર મદદ મળી શકે છે. બિનજરૂરી ગૂંચવણો ટાળવાનો પણ પ્રયાસ કરો. સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોઈ શકે છે, જે ચિંતાજનક હોઈ શકે છે. તમારા જીવનમાં કોઈ જૂનો મિત્ર ફરી આવી શકે છે.

  લકી સાઇન - હીરા

  સિંહ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  દિવસમાં ભાવનાત્મક ગઢમથલ થઈ શકે છે. તમારો પરિવાર તમને એટલો સાથ નહીં આપે જેટલો તમે અપેક્ષા રાખતા હતા. અત્યારે ભાવનાત્મક કે માનસિક બંને મોરચે વધારે જોખમ ન લો.

  લકી સાઇન - મીઠાનો દીવો

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  તમે અંદરથી જરૂરી સંતુલન અનુભવી શકો છો, પરંતુ હજુ પણ ચિંતા વધી શકે છે. નવી તકો આવતી જોવા મળે છે, ખાસ કરીને જો તમે પત્રકારત્વના ક્ષેત્રમાં છો. તમારા સામાનનું ધ્યાન રાખો.

  લકી સાઇન - લીમડાનું ઝાડ

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  મેનેજ કરી શકો છો તેના કરતાં વધુ કરવાની તમારી ઇચ્છા સમયાંતરે તમને થકવી શકે છે. તમે વસ્તુઓથી જલ્દી કંટાળી પણ શકો છો. તાજગી મેળવવા માટે સમય કાઢો અને પછી નવા જોશથી કામ કરવા પાછા આવો.

  લકી સાઇન - સિલિકોન મોલ્ડ

  વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  તમારી શરતો પર પૈસા કમાવવાનો તમારો પ્રાથમિક ઉદ્દેશ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે. અજાણ્યા સ્ત્રોત તરફથી મળેલ સપોર્ટ તમારો દિવસ ઉગારી લેશે. તમારી પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સની કસોટી થઈ શકે છે.

  લકી સાઇન - ઇન્ડોર પ્લાન્ટ

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  ગંભીર બાબતમાં તમારો અભિપ્રાય ધ્યાનમાં લેવામાં આવી શકે છે. કાર્યસ્થળ પર તમારી પોઝિશન અને સ્કિલ્સને ઓળખવામાં આવશે. તમને કોઈ એવી વ્યક્તિ તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે, જે તમારી સાચી રીતે કાળજી રાખે છે.

  લકી સાઇન - રેશમ સ્કાર્ફ

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  નાનો મતભેદ અથવા પ્રતિકાર ગંભીર દલીલમાં ફેરવાઈ શકે છે, તેથી મુકાબલો ટાળો. ટીમ વર્ક તમને કોઈપણ વ્યક્તિગત પ્રયાસો કરતાં વધુ લાભ કરશે. કોઈપણ લેખિત કમ્યુનિકેશનને બે વાર તપાસવાની ટેવ રાખો

  લકી સાઇન - ગુલાબનો સમૂહ

  કુંભ : 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી


  તમે હવે તમારા મિશનની સફળતાની નજીક હોઈ શકો છો અને હવે રાહતનો શ્વાસ લઈ શકો છો. નસીબ પૈસાની બાબતોમાં ઝડપી હિલચાલ સૂચવે છે. તમે તમારી પ્રેઝન્ટેશન આપવાની સ્કિલ્સને અપગ્રેડ કરવાનો પણ ઇરાદો ધરાવી શકો છો.

  લકી સાઇન - ઘડિયાળ

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  તમને રોમેન્ટિક થવું ગમે છે અને તે તમને ઘણીવાર મુશ્કેલીમાં મૂકે છે. તમારે તમારી અપેક્ષાઓ અને કામમાં વધુ વાસ્તવિક અને ઉદ્દેશ્યપૂર્ણ રહેવાની જરૂર છે. છેલ્લી ઘડીની સલાહ તમને જરૂરી અને સમયસર હોઈ શકે છે.

  લકી સાઇન - સોનેરી સાંકળ
  First published:

  Tags: Aaj nu rashifal, Astrologer, Gujarati Rashifal

  विज्ञापन
  विज्ञापन