Home /News /entertainment /નાગા ચૈતન્ય સાથે તલાક અંગે સામંથાએ આપ્યું નિવેદન, કહ્યું- 'મેં લગ્ન બચાવવા ખૂબ પ્રયત્નો કર્યા પણ..'

નાગા ચૈતન્ય સાથે તલાક અંગે સામંથાએ આપ્યું નિવેદન, કહ્યું- 'મેં લગ્ન બચાવવા ખૂબ પ્રયત્નો કર્યા પણ..'

સામંથાએ નાગા ચૈતન્ય સાથેના પોતાના સંબંધોમાં આવેલા વળાંક અને તેમના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી.

સમંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ 'શાકુંતલમ' ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે. હાલ સામંથા પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેણે નાગા ચૈતન્ય સાથેના પોતાના સંબંધોમાં આવેલા વળાંક અને તેમના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી.

વધુ જુઓ ...
બ્લોક બસ્ટર ફિલ્મ પુષ્પાના ફેમસ આઈટમ સોન્ગ 'ઉ અંટવા' ફેમ સમંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ 'શાકુંતલમ' ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે. હાલ સામંથા પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેણે નાગા ચૈતન્ય સાથેના પોતાના સંબંધોમાં આવેલા વળાંક અને તેમના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી.

સામંથાએ વાત કરતા જણાવ્યું કે, તેને તેના અને ચૈતન્યના અલગ થવા દરમિયાન તેનું હિટ આઈટમ સોંગ 'ઉ અન્ટાવા' મળ્યું હતું. આ કારણે તેના બધા મિત્રો અને પરિવાર તેને આ ગીત કરવાથી રોકી રહ્યા હતા.

આ પણ વાંચો:  આય હાય! એકલી ગંજી પહેરીને જ એરપોર્ટ પહોંચી ગયા 'બાબા નિરાલા', ચર્ચામાં છે બોબી દેઓલનો સ્વેગ

જ્યારે સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યએ તેમના અલગ થવાના સમાચાર તેમના ફેન્સ સાથે શેર કર્યા ત્યારે તેમના ફેન્સ માટે આ એક મોટો આઘાત હતો. જો કે બંનેએ છૂટાછેડા લીધા છે અને ત્યારબાદ બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. હાલમાં જ સામંથાએ પોતાના લગ્ન, છૂટાછેડા અને કરિયર વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે તેને નાગા ચૈતન્ય સાથે અલગ થવાનો કોઈ અફસોસ નથી.

‘પોતાના લગ્નમાં મે મારું 100 ટકા આપ્યું છે’


સમંથા રૂથ પ્રભુએ તાજેતરમાં મિસ માલિની સાથે વાતચીત કરી હતી. તેણે નાગા ચૈતન્ય સાથેના પોતાના તૂટેલા લગ્ન વિશે ખુલીને વાત કરી અને કહ્યું કે મેં લગ્નને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેણે પોતાના લગ્નમાં 100% આપ્યું છે. જો કે તેમ છતાં લગ્ન ચાલી શક્યા નહીં, પરંતુ હું તેના માટે હું ખુદને મારી નાંખવાની ન હતી. મેં જે કર્યું ન હતું તેના માટે મેં ગિલ્ટી ફીલ કર્યું છે.

આ પણ વાંચો: મલાઇકા અરોરાએ એકલામાં જોવો પડે એવો Video શેર કર્યો, લટકા-ઝટકા તો એવા કે છૂટી જશે પરસેવો

જ્યારે ઘરના લોકોએ કહ્યું, ‘ઉં અંટાવા’ માટે ના કહી દે


અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે હું નાગા ચૈતન્યથી અલગ થઈ રહી હતી, ત્યારે મને 'ઉં અંટવા' સોન્ગની ઓફર કરવામાં આવી હતી. આ એક આઈટમ સોંગ હતું, જેના માટે મારો પરિવાર અને મિત્રો મને કરવા માટે ના પાડી રહ્યા હતા. મને આશ્ચર્ય થયું કે જેમણે મને સતત સપોર્ટ કર્યો અને મને પ્રોત્સાહન આપ્યું, તેઓ જ મને એવું ન કરવાનું કહેતા હતા... મેં કહ્યું કે હું કરીશ. હું છુપાઈને ઘરમાં બેસી રહેવા માંગતી નથી, આવું કહી મેં ઓફર સ્વિકારી લીધી.

‘હું શા માટે છુપાઈને બેસું’


સામંથાએ વધુમાં કહ્યું કે, તેણે આ લગ્નમાં પોતાનું બેસ્ટ આપ્યું. મારે ખુદને છુપાવવાની જરૂર જ શા માટે છે? મેં કોઈ ખોટું કામ કર્યું નથી. હું રાહ ન હતી જોઈ શકતી કે લોકો મને ટ્રોલ કરે, મને ગાળો આપે પોતાની નફરત દર્શાવી લે અને પછી હું કામ કરવાનું શરૂ કરું.


બન્ને 2 ઓક્ટોબર 2021ના રોજ થયા હતા અલગ


જણાવી દઈએ કે સામંથાએ સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુનના પુત્ર અને અભિનેતા નાગા ચૈતન્ય સાથે 6 ઓક્ટોબર 2017 ના રોજ લગ્ન કર્યા હતા અને લગભગ 4 વર્ષ બાદ 2 ઓક્ટોબર 2021ના રોજ તેમણે અલગ થવાની જાહેરાત કરી હતી.
First published:

Tags: Naga Chaitanya, Samantha, Samantha instagram, Samantha ruth parbhu