Home /News /entertainment /

વિરાટ-અનુષ્કાના લગ્નમાં જશે માત્ર બે જ ક્રિકેટર, જાણો કોણ

વિરાટ-અનુષ્કાના લગ્નમાં જશે માત્ર બે જ ક્રિકેટર, જાણો કોણ

હાલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નની વાતો જોરશોરથી થઇ રહી છે. ખબર પ્રમાણે બંન્ને 15મી ડિસેમ્બરે ઈટલીમાં લગ્ન કરી લેશે. આ તારીખ અનુષ્કાના આધ્યાત્મિક ગુરૂ અનંત બાબા પાટિલે નક્કી કરી છે.

સૂત્રો પ્રમાણે વિરાટે ઈટલીના લગ્ન સંમારંભમાં માત્ર બે ક્રિકેટરો સચિન તેંડુલકર અને યુવરાજ સિંહને જ બોલાવ્યાં છે. અન્ય ક્રિકેટરોને ન બોલાવવાનું કારણ એ છે કે મહત્તમ ખેલાડીઓ શ્રીલંકાની ટાલી રહેલી સીરિઝમાં વ્યસ્ત છે.

ક્રિકેટરો માટે પણ ગ્રાન્ડ પાર્ટીનું આયોજન
જણાવવામાં આવે છે કે ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા 26 ડિસેમ્બરે વિરાટ અને અનુષ્કા ટીમ ઈન્ડિયા માટે એક ગ્રાંડ પાર્ટી રાખશે. જો કે અત્યાર સુધી લગ્ન અને તેની સાથે જોડાયેલ પ્રસંગોની ઓફીશીયલ માહિતી હજી નથી આવી.

લગ્ન એકદમ પંજાબી સ્ટાઈલમાં
વિરાટ અને અનુષ્કાના લગ્ન ઈટલીમાં થવાના છે. વિવિધ સૂત્રો દ્વારા ખબર મળી રહી છે કે આ બંન્ને ટસ્કનીના કોઈ હેરિટેઝ રિસોર્ટમાં લગ્ન કરવાના છે. અત્યારે આ રિસોર્ટ 2017ના આ શાનદાર ઈવેન્ટમાં લાગ્યા છે. અહીંયા કડક સુરક્ષા રાખવામાં આવી છે. મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માત્ર ઈન્વિટેશન કાર્ડની સાથે જ એન્ટ્રી મળશે. ખબર એ પણ છે કે આ એક ટિપિકલ પંજાબી લગ્ન હશે. જ્યાં મહેમાનોને ભાંગડા પણ જોવા મળશે. આમ પણ વિરાટને પણ ડાન્સ કરવો ઘણો ગમે છે. તેમના મિત્રો ઝાડીર અને યુવરાજના લગ્નમાં તેમણે ઘણો ડાન્સ કર્યો હતો.
First published:

Tags: Anushka Sharma, Anushka virat wedding, Virat kohali, Virushka wedding

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन