Home /News /entertainment /VIDEO: જ્યારે કપિલે RAJ KUNDRAને પુછ્યુ હતું, કંઇ કામ કર્યા વગર પૈસા કેવી રીતે કમાય છે?
VIDEO: જ્યારે કપિલે RAJ KUNDRAને પુછ્યુ હતું, કંઇ કામ કર્યા વગર પૈસા કેવી રીતે કમાય છે?
PHOTO-@DessieAussie twitter
રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ બાદથી તે ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વચ્ચે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કપિલ શર્માનાં શોમાં નજર આને છે. કપિલ શર્મા રાજ કુન્દ્રાને તેની કમાણી અંગે સવાલ કરે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ રાજ કુન્દ્રા (Raj kundra)એ સોમવારે રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરી લીધી. રાજને અશ્લીલ ફિલ્મો અને અન્ય કેટલીક એપ દ્વારા તેને પ્રદર્શિત કરવા માટે તેની ધરપકડ (Raj Kundra Arrest) કરવામાં આવ્યો છે. રાજની ધરપકડ બાદથી તે ટ્વટિર પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વચ્ચે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ત્યારનો છે જ્યારે રાજ કુન્દ્રા કપિલ શર્માનાં શોમાં નજર આવ્યો હતો. ત્યારે કપિલે તેને કમાણી અંગે સવાલ કર્યો હતો.
રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર જેમ મિમ્સની ભરમાર આવી છે કપિલ શર્મા (Kapil Sharma)નો આ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને તેની બહેન શમિતા શેટ્ટી સાથે પહોંચ્યા છે. કપિલ શર્મા રાજ કુન્દ્રાને સવાલ કરે છએ કે, વગર કંઇ કરે તે આટલાં પૈસા કેવી રીતે કમાઇ લે છે? આ સાંભળીને સૌ કોઇ હસવાં લાગે છે.
આ વીડિયો પોસ્ટ કરતાં તેણે ટ્વિટરનાં યૂઝર્સ માટે લખ્યું છે, 'શિલ્પાનાં પતિ રાજ કુન્દ્રાની ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવાનાં આરોપમાં ધરપકડ કરી છે. થોડા વર્ષો પહેલાં #TheKapilSharmaShow પર કપિલ શર્મા દ્વારા પુછવામાં આવેલાં સવાલનો સૌ કોઇને હવે સાચો જવાબ મળ્યો છે.' આ ટ્વિટ પર જાત જાતની કમેન્ટ થઇ રહી છે.
Ever heard that any virus mutants target ppl base on their age?
1st old age people,then adults&at the end children?
No. So how for #COVID19 they can predict about future wave&who will it affect?#ThirdWave-The sinister plan of pharma Lobby&Modi-man standing in between
Thread
1/ pic.twitter.com/i3saqppOmR
આપને જણાવી દઇએ કે, રાજ કુન્દ્રા વિરુદ્ધ 4 ફેબ્રુઆરીનાં મુંબઇનાં માલવાની થાણે ક્રાઇમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો હતો. તેનાં વિરુદ્ધ ભારતીય અપરાધ સંખ્યા અનુસાર, 103/2021 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાજ કુન્દ્રા પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 292,293,420,34 અને સૂચના પ્રૌદ્યોગિક અધિનિયમ હેઠળ કલમ 67 અને 67A સહિત અન્ય કલમ લગાવવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર