ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની અને રાઇટર તાહીરા કશ્યપ કેન્સર સામે જંગ લડી રહી છે. આજે 'વર્લ્ડ કેન્સર ડે' નિમિતે તાહીરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે. જે ખરેખર કેન્સર સામે જંગ લડી રહેલા લોકો માટે પ્રેરણાદાયી છે.
તાહીરા કશ્યપ ખૂબ જ બોલ્ડનેસપૂર્વક કેન્સર સામે લડી રહી છે અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. 'વર્લ્ડ કેન્સર ડે' નિમિતે પોસ્ટ કરેલી તસવીરમાં તાહીરા ટી-શર્ટ કે શર્ટ વગર દેખાઇ રહી છે. આ તસવીરમાં તેની કમર દેખાય છે, જેની પર સર્જરીનો નિશાન દેખાય છે.
આ તસવીર શેર કરતાં તાહીરાએ લખ્યું કે, હું કેન્સર ડે નિમિતે બીમારીને સેલિબ્રેટ કરવા માગતી નથી, પરંતુ આ તસવીર એ બતાવે છે કે કેટલા જોશ સાથે આ બધું સહન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઘણા બોલિવૂડ સ્ટાર્સ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યાં છે. તેઓ કેન્સરથી ડર્યા વગર ખૂબ જ મજબૂતાઇથી તેનો સામનો કરી રહ્યાં છે. આમાં રાકેશ રોશન, રિષી કપૂર, સોનાલી બેંદ્રે, ઇરફાન ખાનનો સમાવેશ થાય છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર