Home /News /entertainment /

Cancer Survivors Day: સોનાલી બેન્દ્રે અને તાહિરા કશ્યપે વાગોળી તેમની કેન્સર સાથેની સફર

Cancer Survivors Day: સોનાલી બેન્દ્રે અને તાહિરા કશ્યપે વાગોળી તેમની કેન્સર સાથેની સફર

સોનાલી બેન્દ્રે અને તાહિરા કશ્યપ

સોનાલી બેન્દ્રેને વર્ષ 2018માં કેન્સર થયાની જાણ થઇ હતી. આ સમયે તેની શું પરિસ્થિતિ હતી અને તેણે તે સમય કેવી રીતે પસાર ક્યો છે તે અંગે વાત કરતાં જણાવ્યું કે, 'આજે જ્યારે પાછળ વળીને જોવું છું તો, હું જોવું છું તાકાત, હું જોવું છુ ડર પણ તે સમયે જ મે નક્કી કરી લીધુ હતું કે કેન્સરની બાદ મારું જીવન કેવું હશે..'

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : આજે છે કેન્સર સર્વાઇવર્સ ડે, ત્યારે બોલિવૂડનાં ઘણાં એક્ટર્સ એવાં છે જેઓ કેન્સર સામે જંગ લડ્યા છે અને તે જીત્યા પણ છે. આ લિસ્ટમાં સોનાલી બેન્દ્રે અને બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે તેનાં સોશિયલ મીડિયા પર કેન્સર સર્વાઇવર્સ ડે નાં દિવસે તેમનાં કેન્સર સમયનાં દિવસો યાદ કર્યા હતાં અને સાથે જ તેમની કેન્સરનાં સમયમાંથી બહાર આવાની જર્ની વિશે વાત કરી હતી.

  સોનાલી બેન્દ્રેને વર્ષ 2018માં કેન્સર થયાની જાણ થઇ હતી. આ સમયે તેની શું પરિસ્થિતિ હતી અને તેણે તે સમય કેવી રીતે પસાર ક્યો છે તે અંગે વાત કરતાં જણાવ્યું કે, 'આજે જ્યારે પાછળ વળીને જોવું છું તો, હું જોવું છું તાકાત, હું જોવું છુ ડર પણ તે સમયે જ મે નક્કી કરી લીધુ હતું કે કેન્સરની બાદ મારું જીવન કેવું હશે..'  તેણે વધુમાં કહ્યું કે, 'તમે જીવન આપ્યું છે તો તમે નક્કી કરો... આ સફર એ છે જે તમે ઇચ્છો છો.. તે યાદ રાખો ' આ સાથે જ તેણે #OneDayAtATime અને #SwitchOnTheSunshine #CancerSurvivorsDay."  આપને જણાવી દઇએ કે, સોનાલી બેન્દ્રેએ ન્યૂયોર્કની હોસ્પિટલમાં કેન્સરની ટ્રિટમેન્ટ લીધી હતી.

  આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ પણ કેન્સર સામેનો જંગ જીતી ચૂકી છે. તેણે પણ કેન્સર સર્વાઇવર્સ ડે પર પોતાની કહાની અંગે વાત કરી છે. તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેનો ફોટો શેર કર્યો છે. આ સાથે લખ્યું છે કે, તમારા ડાઘાઓથી શરમ ન અનુભવો. તે જાતે કહે છે, તમે કેટલાં મજબૂત છો. દરેકને તેમનાં ડાઘા હોય છે.. કેટલાંકનાં દેખાય છે કેટલાંકનાં નથી દેખાતા. ગર્વથી તમારા ડાઘાને અનુભવો. #NationalCancerSurvivorsDay
  Published by:Margi Pandya
  First published:

  Tags: Cancer Survivors Day, Entertainment news, Never Be Ashamed of a scars, Nwes in Gujarati, Sonali Bendre, Tahira kashyap, ગુજરાતી ન્યૂઝ

  આગામી સમાચાર