Home /News /entertainment /HBD Sunil Grover:કોમેડી, મિમિક્રી કે પછી સીરિઅસ એક્ટિંગ, દરેક પાત્રમાં જામે છે સુનીલ ગ્રોવર

HBD Sunil Grover:કોમેડી, મિમિક્રી કે પછી સીરિઅસ એક્ટિંગ, દરેક પાત્રમાં જામે છે સુનીલ ગ્રોવર

(Instagram/whosunilgrover)
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર (Sunil Grover)નું નામ સાંભળતા જ લોકોના ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે. ઈન્ડસ્ટ્રીમાં સુનીલ ખૂબ જ ફેમસ છે. તેમનો પરિચય કરાવવાની હવે જરૂર નથી. કોમેડી અને સુનીલ એકબીજાના પર્યાયવાચી બની ગયા છે. આજે સુનીલ ગ્રોવરનો જન્મદિવસ છે. સુનીલ ગ્રોવરે રેડિયોથી તેમના કરિઅરની શરૂઆત કરી હતી. હવે તેઓ ટીવી ઈન્ડસ્ટ્રી, ફિલ્મ અને વેબ સીરિઝમાં પણ કામ કરી રહ્યા છે.

વર્ષ 1977માં 3 ઓગસ્ટના રોજ હરિયાણાના સિરસામાં સુનીલ ગ્રોવરનો જન્મ થયો હતો. સુનીલ એક હરિયાણવી અને પંજાબી પરિવારમાંથી આવે છે. સુનીલ ગ્રોવરે તેમના કરિયરમાં અનેક પાત્ર ભજવ્યા છે, જેમાં ગુત્થી, ડૉ. મશહૂર ગુલાટી, રિંકૂ ભાભી શામેલ છે. આ પાત્રોને જોઈને દર્શકો હસીહસીને લોટપોટ થઈ ગયા છે. સુનીલ ગ્રોવર કોમેડીની સાથે સાથે શાનદાર મિમિક્રી પણ કરે છે. જ્યારે તેઓ મિમિક્રી કરે છે, ત્યારે અસલી અને નકલી વચ્ચેનો ભેદ ઓળખવો પણ મુશ્કેલ થઈ જાય છે. સુનીલ ગ્રોવર ઘણીવાર બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ બન્યા છે, તેમને આ પાત્રમાં જોઈને દર્શકો અસલી અને નકલીને ઓળખી શકતા નથી.

સુનીલ ગ્રોવર રિંકૂ ભાભી (Rinku Bhabhi)ના પાત્રમાં એક વિડીયો સોન્ગ લઈને આવ્યા હતા, આ સોન્ગ વાયરલ થવામાં વધુ સમય લાગ્યો ન હતો. આજે પણ અનેક લોકો આ વિડીયોને વારંવાર જોવે છે અને તેમની એક્ટિંગના ભરપૂર વખાણ કરે છે. રિંકૂ ભાભીનું ‘જિંદગી બરબાદ હો ગયા’ ગીત આજે પણ લોકોને પસંદ આવે છે અને તે ગીત જોઈને સુનીલ ગ્રોવરના ફેન્સ તેમનું હસવું રોકી શકતા નથી.




‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મા’માં સુનીલ ગ્રોવરે ડૉ. મશહૂર ગુલાટીનું પાત્ર ખૂબ જ અનોખી રીતે ભજવ્યું હતું. દરેક એપિસોડમાં સુનીલ ગ્રોવેરે એક અલગ અને અનોખા અંદાજમાં પાત્રને રજૂ કર્યું હતું. આ શો બંધ થયા બાદ દર્શકોએ ડૉ. મશહૂર ગુલાટીના પર્ફોર્મન્સને ખૂબ જ મિસ કર્યું હતું.

કોમેડી અને મિમિક્રીની સાથે સાથે તેમણે અનેક સીરિઅસ ફિલ્મો અને વેબ સીરિઝ પણ કરી છે. તેમની આ સીરિઅસ એક્ટિંગ જોઈને કહી શકાય કે સુનીલ ગ્રોવર એક ખૂબ જ ઉમદા કલાકાર છે. સુનીલ ગ્રોવરે છેલ્લે ‘તાંડવ’ વેબ સીરિઝમાં કામ કર્યું હતું.
First published:

Tags: Comedian Sunil Grover, Entertainment news, Happy birthday Sunil Grover, News in Gujarati, Sunil Grover, કોમેડિયન સુનીવ ગ્રોવર, ગુજરાતી ન્યૂઝ, સુનીલ ગ્રોવર, હેપ્પી બર્થડે સુનીલ ગ્રોવર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन