Home /News /entertainment /HBD: પિતાની સાથે લગ્નમાં ગીતો ગાતો SONU NIGAM જ્યારે બની ગયો બીજો મોહમ્મદ રફી
HBD: પિતાની સાથે લગ્નમાં ગીતો ગાતો SONU NIGAM જ્યારે બની ગયો બીજો મોહમ્મદ રફી
(PHOTO- Instagram/sonunigamofficial)
સિંગર સોનૂ નિગમ (Sonu Nigam Birthday)નો આજે જન્મ દિવસ છે. તેની ગાયકી ચાર વર્ષની ઉંમરથી શરૂ થઇ હતી. સિંગરનો અંદાજ જોઇ લોકો તેને બીજો મોહમ્મદ રફી (Mohammad Rafi) કહેવાં લાગ્યા હતાં.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં મેલોડી સિંગર સોનૂ નિગમ (Sonu Nigam Birthday)નો આજે જન્મ દિવસ છે. સોનૂનો જન્મ એક કાયસ્થ પરિવારમાં ફરીદાબાદમાં થયો હતો. તેણે તેની ગાયકી ચાર વર્ષની ઉંમરમાં તેણે ગાવાનું શરૂ કરી દીધુ હતું. સિંગરનો અંદાજ જોઇ લોકો તેને બીજો મોહમ્મ્દ રફી (Mohammad Rafi) કહેવા લાગ્યા હતાં. બાળપણથી જ તેણે એક સ્ટેજ પર આવી તેનાં પિતા અગમ નિગમની સાથે મોહમ્મદ રફીનું ગીત 'ક્યા હુઆ તેરા વાદા' ગાયુ હતું. જે બાદ તેણે તેનાં પિતાની સાથે લોકોનાં લગ્નમાં ગાવાનું શરૂ કર્યુ હતું.
19 વર્ષની ઉંમરે સોનૂ નિગમ (Sonu Nigam) સિંગિંગને તેનું કરિઅર બનાવવા માટે પિતા સાથે મુંબઇ આવ્યો હતો. તેણે હિન્દુસ્તાની ક્લાસિકલ સિંગર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેથી ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી. સોનૂ નિગમ (Sonu Nigam Birthday) બોલિવૂડનાં તે ગણ્યા ગાઠ્યાં સિંગર માંતી છે જેણે ન ફક્ત હિન્દી પણ મરાઠી, તમિલ, તેલુગુ સહિત 12 ભાષાઓમાં ગીત ગાયા છે. અને પોતાનું હૂનર દર્શકોને જણાવ્યું છે.
સોનૂ નિગમ 1995માં પોપ્યુલર ટીવી શો 'સા રે ગા મા પા' હોસ્ટ કરતો હતો. તેણે ફિલ્મ 'બેવફા સનમ 'નું ગીત 'અચ્છા સિલા દિયા..' ગાયુ હતું. ફિલ્મ બોર્ડરમાં અનુ મલિક દ્વારા કોમ્પોઝ ગીત 'સન્દેસે આતે હે' પણ તેનું ઘણું જ હિટ રહ્યું અને લોકોની જીભ પર ચઢી ગયું. સોનૂએ હિન્દીની ઘણી અન્ય ફિલ્મોમાં પણ ગીતો ગાઇને એવોર્ડ્સ મેળવ્યાં ચે. તેણે કલ હો ના હોનું ટાઇટલ સોન્ગ અને ફિલ્મ અગ્નિપથનું ગીત 'અભી મુજમે કહી..' ગાયુ અને તે છવાઇ ગયો. એક સમય એવો આવ્યો કે, સોનૂ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોંઘા સિંગરની લિસ્ટમાં શામેલ થઇ ગયો.
સોનૂ નિગમનાં લગ્ન 15 ફેબ્રુઆરી 2002માં મધુરિમા સાથે બંગાળી પરિવારમાં થઇ છે. તેમને એક દીકરો જેનું નામ નિવાન નિગમ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર