Home /News /entertainment /HBD Anup jalota: ભજન સમ્રાટ અનુપ જલોટાએ આટલી નાની શિષ્યને બનાવી ગર્લફ્રેન્ડ, Bigg bossમાં થયો વિવાદ
HBD Anup jalota: ભજન સમ્રાટ અનુપ જલોટાએ આટલી નાની શિષ્યને બનાવી ગર્લફ્રેન્ડ, Bigg bossમાં થયો વિવાદ
અનુપ જલોટાની ફાઈલ તસવીર
Happy Birthday Anup Jalota: હંમેશાં ગઝલો અને ભજનો માટે જાણીતા અનુપ જલોટાના જીવનમાં પણ તે દિવસ આવ્યો, જ્યારે તેમને કોઈ મોટા વિવાદનો સામનો કરવો પડ્યો. અમે વાત કરી રહ્યા છીએ બિગ બોસની 12મી સીઝન વિશે. જ્યાં અનૂપ જલોટાનું નામ 30 વર્ષીય જસલીન માથારુ સાથે સંકળાયેલું હતું.
નવી દિલ્લી: પ્રખ્યાત ભજન સમ્રાટ અનુપ જલોટા (Anup Jalota) નો આજે જન્મદિવસ છે. અનૂપ જલોટાનો જન્મ 29 જુલાઈ 1953 ના રોજ નૈનિતાલમાં થયો હતો. તેમણે ગીતો, ગઝલ અને ફિલ્મી ગીતો ગાઇને ગાયનના ક્ષેત્રે વિશેષ સ્થાન બનાવ્યું છે. ભારતીય સંગીતમાં અનૂપ જલોટા એક એવું જ નામ છે, જેના અવાજમાં ઘણા ચાહકો છે. અનૂપ જલોટાએ ભક્તિ સંગીત તેમજ ફિલ્મોમાં ગાયાં અને પોતાને માટે એક ખાસ ઓળખ બનાવી. અનુપ જલોટાના ગુરુ અને પિતા પુરુષોત્તમદાસ જલોટા પણ જાણીતા ભજન ગાયક હતા.
જલોટાની ફિલ્મી સફર ખુબજ રસપ્રદ
અનુપ જલોટાની ફિલ્મ સફરની શરૂઆત ખૂબ જ રસપ્રદ છે. અનૂપ જલોટાની કારકિર્દીનો સૌથી મોટો દિવસ હતો જ્યારે તેમના અવાજ અભિનેતા મનોજ કુમારે સાંભળ્યો અને ફિલ્મ 'શિરડીના સાંઈ બાબા' માં અનૂપનું ગીત મૂક્યું. ખરેખર, અભિનેતા મનોજને અનૂપનો અવાજ ઘણો ગમ્યો અને આ જ કારણ છે કે, તેમણે આ ફિલ્મમાં અનૂપનું ગીત શામેલ કર્યું હતું. આ ફિલ્મ 70ના દાયકાના છેલ્લા વર્ષોમાં આવી હતી, ફિલ્મ હિટ બનવાની સાથે, અનૂપનું નામ સંગીતની દુનિયામાં એક મોટું નામ બન્યું હતું અને તેણે તે યુગના તમામ મોટા સંગીતકારો માટે ગાયું હતું.
બીગબોસ-12 30 વર્ષીય ગર્લફ્રેન્જ જસલીન સાથે કર્યો હતો પ્રેવેશ
હંમેશાં ગઝલો અને ભજનો માટે જાણીતા અનુપ જલોટાના જીવનમાં પણ તે દિવસ આવ્યો, જ્યારે તેમને કોઈ મોટા વિવાદનો સામનો કરવો પડ્યો. અમે વાત કરી રહ્યા છીએ બિગ બોસની 12મી સીઝન વિશે. જ્યાં અનૂપ જલોટાનું નામ 30 વર્ષીય જસલીન માથારુ સાથે સંકળાયેલું હતું. આ શોમાં એન્ટ્રીની સાથે જસલીને કહ્યું હતું કે, તે અનૂપ જલોટાની ગર્લફ્રેન્ડ છે. જોકે, શોથી બહાર થયા પછી અનૂપે સ્પષ્ટતા કરી હતી કે જસલીન તેની ગર્લફ્રેન્ડ નથી. જસલીન ફક્ત તેની પાસેથી જ સંગીત શીખે છે અને બંનેનો ગુરુ-શિષ્યનો સંબંધ છે.
અનુપ જલોટાના પહેલા ગુરુ તેમના પિતા હતા. તે દિવસોમાં લખનૌ આવતા બધા મોટા કલાકારો તેમના પિતાને મળવા જતા. આનો લાભ અનૂપ જલોટાને મળ્યો, “મેં મારા બાળપણમાં લખનૌમાં પહેલીવાર પંડિત જસરાજ જી સાંભળ્યા હતા. ફિલ્મ ગાયકોમાં, મેં ત્યાં મુકેશ જી અને હેમંતકુમાર સાહેબને સાંભળ્યા. બેગમ અખ્તર લખનઉમાં રહેતા હોવા છતાં, તેમને સાંભળવાનો લહાવો પણ મળ્યો હતો. સંગીતની દુનિયામાં પિતાના મહાન કદલાનો બીજો એક ફાયદો પણ હતો. ઘણા મોટા કલાકારો અમને મળવા આવતા. બિરજુ મહારાજ જી, ગુડાઇ મહારાજ જી, કિશન મહારાજ જી, પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન જી, આ બધા લોકો પિતાને મળેલા લોકોમાં હતા. પિતાને કારણે, અમે આ બધા કલાકારોનો આશીર્વાદ મેળવતા રહ્યાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર