Home /News /entertainment /Sridevi Birth Anniversary: એક આંખે પસંદ ન હતો શ્રીદેવીની માતાને બોની કપૂર, મિથુન ચક્રવર્તી સાથેનાં અફેરે મચાવી હતી બબાલ

Sridevi Birth Anniversary: એક આંખે પસંદ ન હતો શ્રીદેવીની માતાને બોની કપૂર, મિથુન ચક્રવર્તી સાથેનાં અફેરે મચાવી હતી બબાલ

sridevi_fanclub/Instagram

હિન્દી સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવી (Sridevi)નું નામ આવાત જ તેનાં તમામ ફિલ્મો મન મગજમાં છવાઇ જાય છે. આજે શ્રીદેવીની બર્થ એનિવર્સરી (Sridevi Birth Anniversary) છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હિન્દી સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવી (Sridevi)નાં નામે આવે છે અને તેની તમામ ફિલ્મોની યાદો આપણાં મન મગજમાં છવાઇ જાય છે. ઇન્ડિયન સિનેમાની પ્રખ્યાત એક્ટ્રેસ જેણે હિન્દી ઉપરાંત તમિલ, મલયાલમ, તેલુગૂ, કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજે શ્રીદેવી (Sridevi Birth Anniversary)ની બર્થ એનિવર્સરી છે. તેની વર્સેટિલીટી અને હિન્દી ફિલ્મોની ઉત્તમ એક્ટ્રેસ તરીકે ઓળખાતી શ્રીદેવી બોલિવૂડમાં આગવું સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો-Pornography Case: ગહના વશિષ્ઠની આગોતરા જામીન અરજી સેશન કોર્ટે રદ કરી

શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963નાં શિવાકાશી, તમિલનાડુમાં થયો હતો જન્મ સમયે તેનું નામ શ્રી અમ્મા યંગેર અય્યપન હતું. શ્રીદેવીની માતૃભાષા તમિલ છે. તેનાં પિતા એક વકીલ હતાં તેની માતાનું નામ રાજેશ્વરી છે. અને તેને બે બહેનો છે અને બે સાવકા ભાઇ છે. બહેનનું નામ શ્રીલતા છે અને ભાઇઓનું આનંદ અને સતીશ છે.

આ પણ વાંચો- Taarak Mehta: જાણો તમારા પસંદિદા 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીની વાર્ષિક કમાણી

શ્રીદેવીએ તેમનાં ફિલ્મી કરિઅરની શરૂઆત ફક્ત ચાર વર્ષની ઉંમરે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેની પહેલી ફિલ્મ 'થુનાઇવન' હતી. તે સમયે તે મલયાલમ મૂવી પૂમબત્તા (1971) માટે કેરલા સ્ટેટ ફિલ્મ એવોર્ડથી સન્માનિત થઇ હતી. તે દરમિયા તેણે ઘણી સાઉથ ફિલ્મોમાં કામ કર્યું હતું અને ખુબ બધા એવોર્ડ પણ જીત્યાં હતાં. બોલિવૂડમાં તેને ખાસ ઓળખ ફિલ્મ 'હિંમતવાલા'થી મળી હતી.

આજે શ્રીદેવી (Sridevi Birth Anniversary)ની બર્થ એનિવર્સરી છે. (PHOTO:retrobollywood/Instagram)


આ ફિલ્મમાં તેમની સામે જિતેન્દ્ર નજર આવ્યાં હતાં અને મૂવી બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. પછી ફરી એક વખત સાઉથ સિનેમા તરફ તેણે રુખ કરી લીધો તેણે વર્ષ 1983માં ફિલ્મ 'સદમા'માં કમલ હાસનની આ ફિલ્મમાં તે મુક બધીરનાં રોલમાં નજર આવી. આ ફિલ્મથી પહેલી વખત તેણે ફિલ્મફેર એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસ માટે નોમિનેશન મળ્યું. વર્ષ 1986માં આવેલી 'નગીના'માં શ્રીદેવી એક ઇચ્છાધારી નાગિનનાં રોલમાં નજર આવી. આ ફિલ્મથી તે ઘર ઘરમાં ઓળખાતી થઇ ગઇ છે.

આ પણ વાંચો- SHERLYN CHOPRA : બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયાનો પારો, જુઓ PHOTOS

શ્રીદેવી તેની ફિલ્મો ઉપરાંત લગ્નની ખબર અંગે પણ ખુબજ ચર્ચામાં રહી હતી. એક્ટ્રેસ અને તેનાં કોસ્ટાર મિથુન ચક્રવર્તીનાં અફેરનાં સમાચાર મીડિયામાં ખુબજ છવાયેલાં રહેતા. કહેવામાં આવતું કે, શ્રીદેવી અને મિથુને ચોરી છુપે લગ્ન પણ કરી લીધા છે. જોકે, આ તમામ ખબરોથી મિથુનનાં ગૃહસ્થ જીવનમાં ભૂકંપ આવી ગયો હતો. જે બાદ મિથુને પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી તેનાં અને શ્રીદેવીનાં સંબંધ અંગે સ્પષ્ટતા કરી હતી.

આ પણ વાંચો- BHUJ: સ્ક્રિનિંગમાં અજય દેવગણની દીકરીએ લૂંટી મહેફિલ, પરિવારને જોઇ ડાન્સ કરવાં લાગી ન્યાસા

પછી શ્રીદેવીનાં જીવનમાં ડિરેક્ટર બોની કપૂર આવ્યો જેની સાથે તેણે વર્ષ 1996માં લગ્ન કરી લીધા. આમ તો શ્રીદેવી અને બોની કપૂરની લવ સ્ટોરી પણ કમાલની છે. બંનેને મિત્રો થવાથી લઇ લગ્ન કરવા સુધી ખુબ મુશ્કેલીો આવી. કહેવાય છે કે, શ્રીદેવીની માતાને બોની એક આંખ પસંદ ન હતો.
First published:

Tags: Sridevi Birth Anniversary, Sridevi Birthday, Sridevi life unknown fact