Home /News /entertainment /'OMG 2' નાં સેટ પર 3 ક્રૂ મેમ્બર્સ થયા કોરોના પોઝિટિવ, ફિલ્મની શૂટિંગ 10 દિવસ બંધ
'OMG 2' નાં સેટ પર 3 ક્રૂ મેમ્બર્સ થયા કોરોના પોઝિટિવ, ફિલ્મની શૂટિંગ 10 દિવસ બંધ
OMG 2નાં સભ્યો કોરોના પોઝિટિવ
બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) સ્ટાર ફિલ્મ 'ઓહ માય ગોડ 2' (OMG 2)નાં સેટ પર ઘણાં લોકો કોરોના સંક્રમિત થયા છે. તે કારણે શૂટિંગ રોકવું પડ્યું છે. ફિલ્મનાં પ્રોડ્યૂસર અશ્વિન વર્દેએ ખુલાસો કર્યો છે કે, ફક્ત 3 લોકો જ કોરોના સંક્રમિત થયા છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) સ્ટાર ફિલ્મ 'ઓહ માય ગોડ 2' (OMG 2)નાં સેટ પર 7 લોકો કોરોના સંક્રમિત થવાનો મામલો સામે આવ્યો છે. જેને કારણે મેકર્સે તેનું શૂટિંગ રોકી દીધી છે. પ્રોડ્યૂસર અશ્વિન વર્દે આ અંગે સ્પષ્ટતા કરી છે. આ આખા મામલે વાત કરી છે. તેણે જણાવ્યું કે, 'જે રિપોર્ટ્સમાં દાવો કર્યો છે કે, અમારા સેટ પર 7 લોકો કોરોના (Corona Positive) સંક્રમિત થયા છે., તે ખોટુ છે. ક્રૂનાં ત્રણ મેમ્બર્સ 10 દિવસ પહેલાં કોરોના પોઝિટિવ થયાની વાત સામે આવી હતી. જે બાદ તેમને તુરંત જ કૉરન્ટિન કરી દીધા છે. તે ઠીક થઇ રહ્યાં છે. અમે BMC અધિકારીઓનાં સંપર્કમાં છીએ. અને તેમને આ ત્રણ ક્રૂ મેમ્બર્સનાં સ્વાસ્થ્યની જાણકારી આપતાં રહે છે.'
અશ્વિન વર્દેએ (Producer Ashwin Varde) વધુમાં જણાવ્યું કે, 'એક ફિલ્મ યૂનિટનાં રૂપમાં, અમે કોવિડ-19 નિયમો હેઠળ તમામ પ્રોટોકોલને ફોલો કર્યા છે. અમારી પાસે દરરોજ સેટ પર એક કોવિડ-19 સેનિટાઇઝેશન યૂનિટ રહે છે. જે સેટને સેનિટાઇઝ કરે છે. અને દરેક ક્રૂ મેમ્બર્સની દરરોજ તપાસ કરવામાં આવે છે. ક્રૂનાં પ્રત્યેક સભ્યનું નિયમ હેઠળ થોડા થોડા દિવસોમાં એક વખત લેબ ટેસ્ટ થાય છે. અહીં સુધી કે, આ ત્રણેય ક્રૂ મેમ્સબર્સનાં પોઝિટિવ આવ્યાં બાદ અમે તુરંત જ બાકીનાં યૂનિટનો પણ ટેસ્ટ કર્યો હતો. જેમાં આશરે 200 લોકો શામેલ છે. અને તમામનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.'
અશ્વિન વર્દેએ વધુમાં કહ્યું કે, 'હું તે પણ સ્પષ્ટ કરવાં ઇચ્છીશ કે, આ દુખદ મામલાને કારણે તે ફિલ્મનાં કોઇપણ પ્રકારે શૂટિંગ રોકવામાં આવ્યું નતી. અમે અમારુ મુંબઇ શેડ્યૂલ પૂર્ણ કરવાંમાં આવ્યું છે. અને બાકીનું શૂટિંગ પૂર્ણ કરવાં માટે ઉજ્જેન જતા પહેલાં અમે એક બ્રેક પર છીએ. ઉજ્જેનમાં અમારું શિડ્યુલ 13 ઓક્ટોબરથી શરૂ થવાનું હતું. પણ ત્રણેય મેમ્બર સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ અમે 23 ઓક્ટોબરથી આગળનું શિડ્યૂલ પૂર્ણ કરવાં તૈયાર છીએ. ક્રુ મેમ્બર્સ માટે ત્રણેય સભ્ય 17 ઓક્ટોબરનાં તેમનો 14 દિવસનો ક્વૉરન્ટીન પીરિયડ પૂર્ણ કરી લેસે. જે બાદ તેમની નેગેટિવ રિપોર્ટની પુષ્ટિ માટે ફરી તેમનો ટેસ્ટ કરવામાં આવશે.'
અશ્વિન વર્દેનું કહેવું છે કે, 'OMGનાં શૂટિંગ માટે આગામી શિડ્યૂલ માટે ઉજ્જૈન રવાના થતા પહેલાં તમામ ક્રૂ મેમ્બર્સનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ઉજ્જૈનમાં પણ અમારી પાસે સેટ પર એક ખાસ કોવિડ ટીમ છે જે સુનિશ્ચિત કરશે કે તમામ દિશા નિર્દેશો અને પ્રોટોકોલનું પાલન થઇ રહ્યું છે.'