Om Puri Birth Anniversary: ઓમ પુરીનું બાળપણ ચાના કપ ધોવામાં વીત્યું, હોલિવૂડ સુધી આગવી ઓળખ બનાવી

ઓમ પુરી બર્થ એનિવર્સરી

ઓમ પુરી (Om Puri Birth Anniversary) આજે ભલે આ દુનિયામાં નથી રહ્યા, પણ તેમનો દમદાર અવાજ અને કલાકારી આજે પણ લોકોના દિલોમાં વસે છે. એક ટી સ્ટોલમાં વાસણ માંજવાથી લઈને ફિલ્મી દુનિયામાં તહેલકો મચાવવા સુધી ઓમ પુરી (Om Puri Birthday)ની સફર કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી.

 • Share this:
  મુંબઈ. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની અસાધારણ અભિનય પ્રતિભા દેખાડી ચૂકેલા દિવંગત અભિનેતા ઓમ પુરી (Om Puri)ની આજે (18 ઓક્ટોબર) જન્મતિથિ છે. ઓમ પુરી (Om Puri Birth Anniversary) આજે ભલે આ દુનિયામાં નથી રહ્યા, પણ તેમનો દમદાર અવાજ અને કલાકારી આજે પણ લોકોના દિલોમાં વસે છે. એક ટી સ્ટોલમાં વાસણ માંજવાથી લઈને ફિલ્મી દુનિયામાં તહેલકો મચાવવા સુધી ઓમ પુરી (Om Puri Birthday)ની સફર કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. તેમણે પ્રોફશનલ જ નહીં, પર્સનલ લાઈફથી પણ પોતાના ચાહકોને પ્રોત્સાહિત કર્યા છે. આજે એમના જન્મદિવસે જાણીએ તેમના સંઘર્ષ અને સફળતા વિશે...

  ઓમ પુરીનું બાળપણ બહુ મુશ્કેલી ભર્યું રહ્યું છે. પંજાબી પરિવારમાં જન્મેલા ઓમ પુરીના પિતા રેલવેમાં કામ કરતા હતા. પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી જેથી ઓમ પુરીએ કોલસા વીણવા, સાફ-સફાઈ કરવાથી માંડીને ટી સ્ટોલ્સમાં વાસણ માંજવાનું પણ કામ કર્યું હતું. ચોરીના આરોપમાં ઓમ પુરીને ઢાબામાંથી કાઢી નાખવામાં આવ્યા અને પછી સમય એવો પલટાયો કે તેઓ સડકથી બોલિવૂડ આવી પહોંચ્યા અને જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલમાં આગવી છાપ છોડી.

  આ પણ વાંચો: B'Day: મિલ્ખા સિંહના માતા-પિતા અને 7 ભાઈ-બહેનોના ભાગલા સમયે મોત થયા, પેટ ભરવા જૂતા પોલીસ કરતા

  ઓમ પુરીના પત્ની નંદિતાએ એમના પર એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકનું નામ હતું ‘અનલાઈકલી હિરો: ઓમ પુરી’. આમાં નંદિતાએ ઓમ પુરીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા ખુલાસા કર્યા હતા. આ પુસ્તકમાં દિવંગત અભિનેતાનો એક એવો કિસ્સો પણ છે જેણે સૌકોઈને ચોંકાવી નાખ્યા હતા. તેમાં લખ્યું હતું કે, જ્યારે ઓમ પુરી 14 વર્ષના હતા ત્યારે પોતાના મામાના ઘરમાં કામ કરવાવાળી 55 વર્ષની મહિલાથી તેમને પ્રેમ થઈ ગયો હતો. ઓમ પુરી પર ઘરેલૂ હિંસાનો આરોપ પણ લાગ્યો હતો. તો નક્સલીઓ પર આપેલા નિવેદનને કારણે પણ ઓમ પુરી વિવાદમાં ઘેરાઈ ગયા હતા.  Om Puri Image
  ઓમ પુરીનું 6 જાન્યુઆરી 2017ના નિધન થયું હતું.


  જ્યારે ઓમ પુરીને અભિનયમાં રસ પડવા લાગ્યો ત્યારે તેમણે થિએટર અને નાટક કરવાનું શરુ કર્યું. કોલેજમાં ભણતર ઉપરાંત વકીલને ત્યાં એકાઉન્ટન્ટની નોકરી પણ કરવા લાગ્યા જેથી થોડા પૈસા હાથમાં આવે. ઓમ પુરીએ મરાઠી ફિલ્મ ‘ઘાસીરામ કોતવાલ’થી પોતાની કરિયર શરુ કરી હતી પણ તેમને ઓળખ મળી 1983માં આવેલી ફિલ્મ ‘અર્ધ સત્ય’થી. એ પછી તેમણે ‘આક્રોશ’, ‘આરોહણ’, ‘તમસ’, ‘જાને ભી દો યારોં’ વગેરે ફિલ્મો કરી. ઓમ પુરીને 1990માં પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો છે.

  આ પણ વાંચો: રાજીવ ખંડેલવાલ કરી ચૂક્યો છે કાસ્ટિંગ કાઉચનો સામનો, ડિરેક્ટરે તેને પોતાના રૂમમાં બોલાવ્યો અને...

  એક વખત એક ઇન્ટરવ્યુમાં ઓમ પુરીએ મૃત્યુ અંગે વાત કરી હતી કે, ‘મૃત્યુની તો તમને ખબર પણ નહીં પડે. સૂતા-સૂતા જતાં રહેશું. (મારા મોત અંગે) તમને ખબર પડશે કે ઓમ પુરીનું કાલે 7 વાગ્યે નિધન થઈ ગયું.’ અને થયું પણ આવું જ. 6 જાન્યુઆરી 2017ના સવારે જ્યારે ઓમ પુરીના નિધનના સમાચાર આવ્યા તો પૂરી ઇન્ડસ્ટ્રી અને ચાહકોને આઘાત લાગ્યો હતો.
  Published by:Nirali Dave
  First published: