Om Puri Birth Anniversary: દિવંગત અભિનેતા ઓમ પુરી (Om Puri) આજે આપણી વચ્ચે તો નથી રહ્યા. પરંતુ જો હોત તો આજે તેઓ પોતાનો 72મો જન્મદિવસ ઉજવતા હોત. તેમનો જન્મ 18 ઓક્ટોબર, 1950ના રોજ અંબાલા (Ambala), હરિયાણામાં ખાતે થયો હતો. રિપોર્ટ્સ અનુસાર ઓમ પુરી ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા હતા. શરૂઆતમાં તે એક ચાના સ્ટોલ પર કામ કરતા હતા. બાદમાં તેઓ એનએસડી (NSD)માં જોડાયા અને પછી પોતાની મહેનતના આધારે ઇન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન મેળવ્યું. તેમણે 'આક્રોશ', 'અર્ધ સત્ય' અને 'આરોહણ' જેવી ફિલ્મોમાં અભિનયથી પોતાની ઓળખ બનાવી હતી. પોતાના સફળ કરિયર દરમિયાન ઘણી વખત તેમણે વિવાદિત નિવેદનો (Om puri’s Controversial Statements) પણ આપ્યા હતા, જેના પર ભારે હંગામો થયો હતો. આવો જાણીએ..
ભારતીય જવાનો પર વિવાદિત નિવેદન
ઓમ પુરીએ સરહદ પર ભારતીય સૈનિકોની હત્યા પર કહ્યું હતું, 'તેમને સેનામાં જોડાવાનું કોણે કહ્યું? કોણે તેમને શસ્ત્રો ઉપાડવાનું કહ્યું?" બાદમાં તેમણે માફી માંગતા કહ્યું કે, "મેં જે કહ્યું તેનાથી મને ખૂબ જ શરમ અનુભવુ છું. મને તેના માટે સજા મળવી જોઇએ. મને માફ ન કરવો જોઈએ. હું ઉરી હુમલામાં માર્યા ગયેલા ભારતીય સૈનિકોના પરિવારોની માફી માંગુ છું.'
આમિર ખાન પર વરસ્યા હતા પુરી
આમિર ખાને ભારતમાં વધી રહેલી અસહિષ્ણુતા અંગે જણાવ્યું હતું કે તેની પત્નીએ એક દિવસ દેશ છોડવાનો ઉલ્લેખ કર્યો હતો. આના પર ઓમ પુરીએ કહ્યું હતું, 'મને આશ્ચર્ય થાય છે કે આમિર ખાન અને તેની પત્ની આવું વિચારે છે. અસહિષ્ણુતા પર આમિર ખાનનું નિવેદન સહન કરી શકાય તેવું નથી. આમિરે એકદમ બેજવાબદાર નિવેદન આપ્યું છે. તમે તમારા સમુદાયના લોકોને ઉશ્કેરી રહ્યા છો કે ભાઈ, કાં તો તૈયાર થઈ જાઓ, લડો અથવા દેશ છોડી દો.'
અભિનેતા ઓમ પુરી એક સમયે ગૌહત્યા પર નિવેદન આપવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવાના વિવાદ વચ્ચે ઓમ પુરીએ કહ્યું હતું કે, "જે દેશમાં ગૌમાંસની નિકાસ કરીને ડોલરની કમાણી થઈ રહી છે, ત્યાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવો એ પાખંડપૂર્ણ છે.'
નક્સલવાદીઓને કહ્યા હતા ફાઇટર
તેમણે નક્સલીઓ પર પણ ટિપ્પણી કરી હતી. ઓમ પુરીએ કહ્યું હતું કે, "નક્સલી ફાઇટર છે, આતંકવાદી નથી. તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, "તેઓ આતંકવાદી નથી, કારણ કે તેઓ બેજવાબદારીભર્યું વર્તન કરતા નથી." નક્સલીઓ પોતાના હક માટે લડી રહ્યા છે. તેઓ સામાન્ય માણસને પરેશાન કરતા નથી.'
પીએમ મોદી અંગે કહી હતી આ વાત
અભિનેતા ઓમ પુરી એક સમયે પીએમ નરેન્દ્ર મોદી પર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહ્યા હતા. તેમણે કહ્યું કે, "હવે જુઓ, આપણી પાસે હાલ કોઈ વિકલ્પ નથી, મોદીજીની ગોદમાં બેસવા સિવાય. આપણે બાકી ગોદમાં બેસીને પણ જોઇ લીધું છે.'
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર