જાણો - 'શાકા લાકા બૂમ બૂમ'માં જાદુઈ પેન્સિલથી સૌના દિલમાં જગ્યા બનાવનાર સંજુ હવે શું કરી રહ્યો છે?

'શાકા લાકા બૂમ બૂમ'માં જાદુઈ પેન્સિલથી સૌના દિલમાં જગ્યા બનાવનાર સંજુ

2000માં શરૂ થયેલી 'શાકા લાકા બૂમ બૂમ' 2004માં પૂરી થઈ હતી. આ પછી 'સંજુ' એટલે કે બાળ કલાકાર કિંશુક વૈદ્યએ અભિનયમાંથી બ્રેક લીધો. અભિનય છોડીને, કિંશુકે પોતાનું તમામ ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.

 • Share this:
  મુંબઈ : બાળપણ (Childhood)ના ઘણા શો છે જે હજી પણ આપણા મગજ (Mind)માં છે. આ ટીવી સિરિયલો (TV Series)એ માત્ર આપણું મનોરંજન (Entertainment) જ નથી કર્યું પણ ઘણી સોનેરી યાદો (Golden Memories) પણ આપી છે. આમાંનો એક લોકપ્રિય (Famous) અને સુંદર શો છે 'શાકા લાકા બૂમ બૂમ' (Shaka Laka Boom Boom). 2000માં પહેલીવાર આ શો દૂરદર્શન (DoorDarshan) પર પ્રસારિત થયો હતો. 30 એપિસોડ પ્રસારિત થયા પછી તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.

  બે વર્ષ પછી, શોએ નવી સ્ટાર કાસ્ટ સાથે નવી ચેનલ પર પુનરાગમન કર્યું. શોની વાર્તા અને કાસ્ટ તદ્દન અલગ હતી. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતા શોની વાર્તા 'સંજુ' નામના બાળક પર આધારિત છે. સંજુ પાસે એક જાદુઈ પેન્સિલ છે જેની મદદથી તે કંઈપણ હાંસલ કરી શકે છે. શો અને 'સંજુ'ની વાર્તા જોઈને લોકોના દિલમાં વસી ગઈ. 'સંજુ'નું પાત્ર કિંશુક વૈદ્યએ ભજવ્યું હતું. હવે સવાલ એ છે કે બાળપણમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનાર 'સંજુ' ક્યાં અને શું છે?

  શાકા લાકા બૂમ બૂમનો સંજુ ક્યાં છે?

  વાસ્તવમાં, 2000માં શરૂ થયેલી 'શાકા લાકા બૂમ બૂમ' 2004માં પૂરી થઈ હતી. આ પછી 'સંજુ' એટલે કે બાળ કલાકાર કિંશુક વૈદ્યએ અભિનયમાંથી બ્રેક લીધો. અભિનય છોડીને, કિંશુકે પોતાનું તમામ ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.

  12 વર્ષ પછી ટીવી પર કમબેક કર્યું

  'શાકા લાકા બૂમ બૂમ' ફેમ કિંશુકે સોની ટીવીના શો 'એક રિશ્તા સાજેદારી કા' દ્વારા 16 વર્ષ પછી ટીવી જગતમાં પુનરાગમન કર્યું હતું. આ પછી, 2018 માં, તે 'લવ ફોર ધ રન' શોમાં જોવા મળ્યો. કિંશુક ઝી ટીવીના શો 'વો અપના સા'માં પણ જોવા મળ્યો હતો.

  આ પણ વાંચોવર્ષ 2022માં પડદા પર રીલીઝ થશે આ 10 ફિલ્મો, જાણો - આખું List

  ક્રાઈમ શોમાં વ્યસ્ત

  મળતી માહિતી મુજબ, આ દિવસોમાં કિંશુક ધ ક્યૂના ઓરિજિનલ ક્રાઈમ થ્રિલર શો 'જુર્મ કા ચેહરા'માં વ્યસ્ત છે. શોના સંબંધમાં, તે ઘણીવાર મહારાષ્ટ્રના શહેરો અને ગામડામાં લોકો સાથે વાતચીત કરે છે. આશ્ચર્યજનક વાત એ છે કે લોકો આજે પણ કિન્શુકને 'શાકા લાકા બૂમ બૂમ'ની જાદુઈ પેન્સિલ વિશે પૂછે છે.
  Published by:kiran mehta
  First published: