Home /News /entertainment /ઓહ! આકાંક્ષા દુબે બાદ વધુ એક એક્ટ્રેસે કરી આત્મહત્યા, સંબંધીના ઘરેથી શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી લાશ
ઓહ! આકાંક્ષા દુબે બાદ વધુ એક એક્ટ્રેસે કરી આત્મહત્યા, સંબંધીના ઘરેથી શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી લાશ
જોકે, એક્ટ્રેસની આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી સામે નથી આવ્યું.
રુચિસ્મિતા ગુરુ તેના સંબંધીના ઘરે મૃત અવસ્થામાં મળી આવી હતી. રુચિસ્મિતાની આત્મહત્યાના સમાચાર મળતાં જ એક્ટ્રેસના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ફિલ્મ જગતમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા દુબે (Akanksha Dubey)ની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે વધુ એક અભિનેત્રીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉડિયા અભિનેત્રી અને ગાયિકા રૂચિસ્મિતા ગુરુ (Ruchismita Guru)એ પાંખે લટકીને પોતાનો જીવ આપી દીધો છે.
જણાવી દઈએ કે રુચિસ્મિતા ગુરુ તેના સંબંધીના ઘરે મૃત અવસ્થામાં મળી આવી હતી. રુચિસ્મિતાની આત્મહત્યાના સમાચાર મળતાં જ એક્ટ્રેસના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
રુચિસ્મિતા બાલાંગીર શહેરના તલપાલીપાડાની નિવાસી હતી. કેટલાક સમયથી તેણી સુડાપાડા ખાતે તેના મામાના ઘરે રહેતી હતી. ત્યારે ગત રવિવારે એટલે કે 26 માર્ચના દિવસે તેના મામાના ઘરે તે પાંખે લટકેલી હાલતમાં જોવા મળી હતી.
કોણ હતી સિંગર રુચિસ્મિતા ગુરુ?
રુચિસ્મિતા ઉડિયા એક્ટ્રેસ હતી. તેણે પોતાની શાનદાર એક્ટિંગ અને ખૂબસૂરતીથી ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. એક્ટિંગ ઉપરાંત ફેન્સ રુચિસ્મિતાની અવાજના પણ કાયલ હતા. રુચિસ્મિતા ઘણા સ્ટેજ શો પણ કરી ચુકી હતી. ત્યારે હવે તેની આત્મહત્યાના સમાચારથી તેના ફેન્સ ગમગીન છે.
જોકે, એક્ટ્રેસની આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી સામે નથી આવ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસપાસના લોકોનું કહેવું છે કે રુચિસ્મિતાના મોત પહેલાં પરિવાર સાથે તેનો કોઈ બાબતે વિવાદ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, માતાએ દાવો કર્યો છે કે આલૂ પરાઠાને લઈને માતા અને પુત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. માતાએ એવો પણ દાવો કર્યો છે કે રુચિસ્મિતાએ અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એમ પણ કહેવાઈ રહ્યું છે કે, પરિવારે એક્ટ્રેસની આંખોનું દાન કરી દીધું છે. ઘટના અંગે જાણ થયા બાદ બાલાંગીર પોલીસ સ્ટેશને એક્ટ્રેસના શબને પોસ્ટમોર્ટન અર્થે મોકલી આપ્યું હતું.
પોલીસે એમ પણ જણાવ્યું કે રુચિસ્મિતા ગુરુનું કોઈની સાથે અફેર હતું અને ગાયક-અભિનેત્રીની આ વાતને લઈને તેના પરિવાર સાથે ઝઘડો થયો હતો. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર