Home /News /entertainment /સલમાન જમ્યો આસારામના ટિફીનમાંથી, જાણો કઇ રીતે વિતાવી રાત

સલમાન જમ્યો આસારામના ટિફીનમાંથી, જાણો કઇ રીતે વિતાવી રાત

    કાળિયાર મામલામાં દોષી સલમાન ખાને ગુરૂવારની રાત જોધપુર સેન્ટ્રલ જેલમાં વિતાવી. છેલ્લા 20 વર્ષમાં જોધપુર જેલમાં વિતાવેલી સલમાનની આ 19મી રાત છે. સલમાન કેદી નંબર 106 છે. તેને માત્ર એક શેતરંજી પર રાત વિતાવવી પડી.

    સલમાન ખાન બેરેક નંબર 2માં યૌન શોષણના આરોપી આસારામની બાજુની બેરેકમાં જ છે. જે કે એક બેરેકને પડદાથી બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક ભાગમાં સલમાન અને બીજા ભાગમાં આસારામ હતાં. પરંતુ સલમાનને આખી રાત ઊંઘ ન આવી અને તે બેચેન રહ્યાં.

    સલમાનનું સાંજથી લઇને રાત સુધી ત્રણવાર બ્લડપ્રેશર હાઇ થયું. ડોક્ટરોએ રાતે પણ સલમાનનું બીપી ચેક કર્યું અને આરામ માટે તેને ટેબ્લેટ આપવામાં આવી. આસારામે સુવા માટે તેમનું ગોદળુ પણ ઓફર કર્યુ હતું. સલમાને જમવાનું પણ આસારામના ટિફિનમાંથી જ ખાધુ હતું. આપને જણાવીએ કે આસારામનું સાંજનું જમવાનું આશ્રમમાંથી જ આવે છે. આસારામની આસપાસ રહેતા લોકોએ પણ સલમાનનો હાલચાલ પુછ્યો પરંતુ તે ગૂમસૂમ દેખાતો હતો. રાતે પણ તેણે વધારે વાત ન કરી. સવારે લગભગ ચાર વાગે બાથરૂમ ગયો. આસારામ અને સલમાનનું બાથરૂમ એક જ છે. જૂની રીતે બનેલા બાથરૂમમાં માંટલુ અને લોટો મુકેલો છે.

    જેલમાં સલમાનનાં જીવને ખતરો
    ગઇકાલે સલમાનનાં વકીલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, સલમાનનાં જામીન અરજી સેશન કોર્ટે રજૂ કરવાનો ઇન્કાર કર્યો છે. સલમાનનાં વકીલે કહ્યું કે, અમે ન્યાયાધિશને કહ્યું કે, તેઓ સલમાનની અરજી આજે સ્વિકારે. સલમાને બિષ્નોઇ સમાજનાં લોકો તરફથી જીવનો ખતરો છે આ પક્ષ રજૂ કરતાં કોર્ટે આ વાત ફગાવી દીધી અને કહ્યું કે, સલમાન ખાનને પ્રોટેક્શન આપવાની જવાબદારી પોલીસની છે . કોર્ટે તેમનાં રૂટિન કામમાં કંઇ જ ફેરફાર ન કરવા જણાવ્યું છે અને આજે સવારે 10.30 વાગ્યાનો સમય આપ્યો છે.

    ( ન્યૂઝ 18 હિન્દીમાંથી ભવાની સિંહના આર્ટિકલનું ભાષાંતર)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Jodhpur jail, સલમાન ખાન

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन