Home /News /entertainment /

ફ્રેન્ડશિપ ડે પર નુસરતે 15 વર્ષ જુના મિત્રનો ખાસ VIDEO કર્યો શેર , થઇ ભાવૂક

ફ્રેન્ડશિપ ડે પર નુસરતે 15 વર્ષ જુના મિત્રનો ખાસ VIDEO કર્યો શેર , થઇ ભાવૂક

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: નુસરત જહાં હાલમાં તેનાં હનિમૂનથી પરત આવી ગઇ છે અને તેણે હાલમાં જ ત્રીજની ઉજવણીની તસવીરો શેર કરી હતી. અને આજે ફ્રેન્ડશીપ ડેનાં દિવસે તેણે તેનાં ખાસ મિત્રની તસવીર અને વીડિયો શેર કર્યો છે.

    TMC સાંસદ નુસરત જહાંએ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ ડેનો વીડિયો શેર કરીને તેનાં ખામ મિત્રને શુભેચ્છાઓ પાઠવી છે. તેણે તેનાં મિત્ર સાથે વિતાવેલા તમામ પળની ફોટોને કમ્પાઇલ કરીને આ વીડિયોમાં શેર કરી છે.

    નુસરતનાં આ બેસ્ટ ફ્રેન્ડનું નામ સ્વરાજ પારેખ છે. સ્વરાજ વર્ષોથી નુસરતનો મિત્ર રહ્યો છે. અહીં સુધી કે ઇટાલીમાં જ્યારે નુસરતનાં લગ્ન થયા ત્યારે સ્વરાજ ત્યાં હાજર હતો.



    નુસરત જહાંએ ફ્રેન્ડશિપ ડે પર એક ઇમોશનલ પોસ્ટ કરતાં લખ્યું કે, 'મિત્રોનો એક સંબંધ હોય છે, એક એવો સંબંધ જે એક ડોરથી તેમને બાંધી રાખે છે. તે ડોર દેખાતી નથી. પણ દિલથી જોડાયેલી હોય છે. તુ મને પરેશાન કરે છે. મારી સાથે ઝઘડે છે પણ હું તને પ્રેમ કરુ છું. મારું દિલ બહુ મોટુ છે. હવે 15 વર્ષમાં તું પણ એ માની ગયો હોઇશ કે હું સૌથી બેસ્ટ છું. અને હમેશા સાચી હોઉ છું. આ ફ્રેન્ડશિપ ડે પર યાદ અપાવવા ઇચ્છુ છુ કે આપણે પાક્કા મિત્રો છીએ. અને રહીશું. હા, એક છોકરો અને એક છોકરી મિત્રો હોઇ શકે છે. લવ યૂ બેસ્ટ ફ્રેન્ડ સ્વરાજ પારેખ.'




    નુસરત જહાં એ વર્ષ 2010માં બ્યૂટી કોન્ટેસ્ટ જીતી અને મોડલિંગથી તેનાં કરિઅરની શરૂઆત કરી.. વર્ષ 2011માં બંગાળી ફિલ્મ Shotruથી તેણે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું. અને સિલ્વર સ્ક્રિન પર તે છવાઇ ગઇ. હાલમાં 19 જૂનનાં રોજ નુસરતે બિઝનેસમેન નિખિલ જૈન સાથે હિન્દૂ અને ક્રિશ્ચન રીતિ રિવાજથી લગ્ન કર્યાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Celebrate, Friendship Day, Nusrat Jahan, Tmc mp, અભિનેત્રી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन