Home /News /entertainment /Nusrat Jahan: હોસ્પિટલમાંથી મળી રજા, યશ દાસગુપ્તા ખોળામાં બાળકને ઉચકેલો આવ્યો નજર
Nusrat Jahan: હોસ્પિટલમાંથી મળી રજા, યશ દાસગુપ્તા ખોળામાં બાળકને ઉચકેલો આવ્યો નજર
નુસરત જહાંનાં ફેન પેજ પરથી લીધો વીડિયો
એક્ટ્રેસ નુસરત જહાં (Nusrat Jahan) હામાં જ માતા બની છે. નુસરતનાં ફેન પેજ પર એક વીડિયો શેર થયો છે જે વાયુ વેગે વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક્ટ્રેસનાં બાળકને તેનો બોયફ્રેન્ડ યશ દાસગુપ્તા (Yash Das Gupta)ની સાથે હોસ્પિટલમાંથી બહાર આવતી નજર આવે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને બંગાળી ફિલ્મોની એક્ટ્રેસ નુસરત જહાં (Nusrat Jahan) હાલમાં જ માતા બની છે. ગુરુવારે બપોરે 26 ઓગસ્ટનાં નુસરત જહાંએ તેનાં પહેલાં બાળકને (Nusrat Jahan Baby boy) જન્મ આપ્યો. હાલમાં જ નુસરત જહાંનાં એક ફેન પેજે તેનો વીડિયો શેર કર્યો છે માં એક્ટ્રેસનાં બાળકને તેનો બોયફ્રેન્ડ યશ દાસગુપ્તા (Yash Das Gupta)ની સાથે હોસ્પિટલમાંથી બહાર આવતી નજર આવે છે. નુસરતને હોસ્પિલમાંથી રજા આપતાં સમયનો આ વીડિયો છે.
વાયરલ વીડિયોમાં ધ્યાન આપવાં જેવી વાત એ છે કે, નુસરત જહાં (Nusrat Jahan Viral Video)નાં દીકરાને તેનાં બોયફ્રેન્ડ યશ દાસગુપ્તાએ તેને ખોળામાં ઉઠાવ્યો હતો આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે, નુસરત હોસ્પિટલમાંથી નીકળી સીધી ગાડીમાં બેસી જાય છે. આ દરમિયાન નુસરત અને યશ બંને કેમેરાની સામે નજર મીલાવતા બચતા દેખાયા હતાં. નુસરતની ચારેય તરફ ગાર્ડ હાજર હોય છે. એક્ટ્રેસે તેનાં દીકરાનું નામ ઇશાન (Yishaan) રાખવામાં આવ્યું છે. જુઓ વીડિયો
નુસરત જહાંને બુધવારની સાંજે કોલકાત્તાનાં પાર્ક સ્ટ્રીટમાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેને ગુરવારે બપોરે 12.20 વાગ્યે દીકરાને જન્મ આપ્યો. ગુરુવારે આ સમયે તેનો બોયફ્રેન્ડ યશ દાસગુપ્તા હોસ્પિટલમાં હાજર હતો. તો નુસરત જહાંથી અલગ થયા બાદ નિખિલ જૈન (Nikhil Jain)એ એક્ટ્રેસ અને નવજાત બાળકને શુભકામનાઓ આપી. નિખિલે કહ્યું કે, 'અમારા વચ્ચે આપસી મતભેદ હોઇ શકે છે, છતાં હું નવજાત બાળક અને તેની માતાને શુભકામનાઓ આપુ છું... હું બાળકનાં ઉજ્જવળ ભવષ્ય માટે પ્રાર્થના કરુ છું.'
નુસરત લાંબા સમયથી તેની પર્સનલ લાઇફ અને પ્રેગ્નેન્સી અંગે ચર્ચામાં હતી. તે તેનાં પતિ નિખિલ જૈનથી ઘણાં સમયથી અલગ રહે છે. નિખિલ સાથે અલગ થતા જ નુસરત અને યશ દાસગુપ્તા વચ્ચેની રિલેશનશીપ પણ ચર્ચામાં આવી છે. હવે બાળકનાં પિતા અંગે પણ ચર્ચા થઇ રહી છે કે, તેનો પિતા યશ દાસગુપ્તા જ છે..
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર