VIDEO: નુસરત જહાંએ લાલ સાડીમાં દુર્ગા પંડાલમાં કર્યો જોરદાર ડાન્સ

VIDEO: નુસરત જહાંએ લાલ સાડીમાં દુર્ગા પંડાલમાં કર્યો જોરદાર ડાન્સ
નુસરત જહાંએ બંગાળી પારંપરીક ડાન્સ કર્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે નુસરત જહાંનો વીડિયો, લાલ સાડી પહેરીને કર્યો બંગાળનો પારંપરિક ડાન્સ

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના કાળમાં આખા દેશમાં સાવધાની વરતતા 'દુર્ગા પૂજા' ઉજવવામાં આવી રહી છએ. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સાંસદ નુસરત જહાં (Nusrat Jahan)નો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નુસરત કોલકતાનાં એક દુર્ગા પૂજા પંડાલમાં ડાન્સ કરતી નજર આવે છે. આ દરમિયાન નુસરત લાલ અને સફેદ સાડીમાં નજર આવી છે. તેણે ત્રણ મહિલાઓની સાથે મળીને બંગાળનો પારંપરિક ડાન્સ કર્યો છે. જેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર થયો છે.

    ઇન્ટરનેટ પર છવાયો નુસરતનો વીડિયો: નુસરતનો આ ડાન્સ વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો છે. અને સાથે જ તેનાં વખાણ પણ થઇ રહ્યાં છે. નુસરત તેનાં પતિ નિખિલ જૈનની સાથે દુર્ગા પૂજા પંડાલમાં પહોંચી હતી. જ્યાં તેમણે તેમનાં પતિની સાથે મા દુર્ગાનાં આશીર્વાદ લીધા હતાં. નુસરત જહાંએ મા દુર્ગાની આરતી કર્યા બાદ તિલક પણ લગાવ્યો અને ધ્મોનો ભેદ ભુલીને ઢાક બજાવતી અને તેનાં તાલ પર નાચતી પણ નજર આવી.


    View this post on Instagram

    Durga Pujo ~ Dhaak Vibes 💖

    A post shared by Nusrat (@nusratchirps) on




    આપને જણાવી દઇએ કે, આ પહેલાં ગત વર્ષે પણ નુસરત જહાંએ દુર્ગા પૂજામાં ભાગ લીધો હતો. સાથે જ તેણે સિંદૂર ખેલામાં પણ ભાગ લીધો હતો. જેનાં પર ઘણો વિવાદ પણ થઇ ગયો છે. નુસરતે કહ્યું કે, તે તમામ ધર્મોનાં લોકોનું સન્માન કરે છે. નુસરત જહાં લોકસભા ચૂંટણી 2019માં બંગાળનાં બસીરહાટ સીટથી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ પસંદ કરવામાં આવી હતી.
    Published by:Margi Pandya
    First published:October 26, 2020, 17:01 pm

    ટૉપ ન્યૂઝ