સિંદૂર ખેલા પર નૂસરત જહાંએ ઇસ્લામી ધર્મગુરુને આપ્યો કરારો જવાબ!

News18 Gujarati
Updated: October 11, 2019, 5:51 PM IST
સિંદૂર ખેલા પર નૂસરત જહાંએ ઇસ્લામી ધર્મગુરુને આપ્યો કરારો જવાબ!
નુસરત જહાં

  • Share this:
તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને ફિલ્મ અભિનેત્રી નુસરત જહાંએ કોલકાતામાં દુર્ગા પૂજા ઉત્સવમાં ભાગ લીધો. અને પતિ સાથે સિંદૂર ખેલાની પરંપરા પણ અપનાવી. આ સમયે તેણે એક ઇસ્લામી ધર્મગુરુ દ્વારા તેના વિરુદ્ધ ફતવો જાહેર કરવા અને ધર્મ બદલવાની સલાહ આપવા મામલે કરારો જવાબ આપ્યો. સમાચાર એજન્સી એએનઆઇના જણાવ્યા મુજબ નુસરત જહાંએ કહ્યું કે હું ભગવાનની વિશેષ સંતાન છું, હું તમામ તહેવારો મનાવું છું. અને હું માનવતાનું સન્માન કરું છું. હું અત્યારે બહુ જ ખુશ છું અને વિવાદો મારા માટે કોઇ મહત્વ નથી રાખતા.

ઉલ્લેખનીય છે કે દેવબંદી ઉલેમાએ નસુરતના દુર્ગા પૂજા કરવા મામલે વિરોધ નોંધાવ્યો છે. ઉલેમાએ નુસરત જહાંને પોતાનું નામ બદલવાની સલાહ પણ આપી છે. સાથે જ ઉલેમાએ કહ્યું કે નુસરત જહાં મુસ્લિમો અને ઇસ્લામને બદનામ કરી રહી છે. નુસરત જહાંથી નારાજ ઉલેમાએ કહ્યું કે "તેણી ધર્મથી વિરુદ્ધ હોય તેવું કામ કરી રહી છે. ઇસ્લામમાં અલ્લાહ સિવાય કોઇની પણ પૂજા-પ્રાર્થના કરવી હરામ છે. જો નસુરતને આવા જ ધર્મ વિરોધી કામ કરવા હોય તો તે પોતાનું નામ બદલી દે. આવા કામ કરીને તો તે ખાલી ઇસ્લામ અને મુસ્લમાનોને બદનામ જ કરી રહી છે." ઇત્તેહાદ ઉલેમા એ હિંદના ઉપાધ્યક્ષ મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે "નુસરત જહાં આ રીતે કંઇ પહેલીવાર પૂજા નથી કરી રહી. આ પહેલા પણ તે પૂજા કરી ચૂકી છે. આ વખતે તેણે નવ દુર્ગાની પૂજા કરી છે. હું સમજું છું ત્યાં સુધી આ પ્રકારનું કામ ઇસ્લામની અંદર બિલકુલ વ્યાજબી નથી. આવું કરવા માટે ઇસ્લામ મંજૂરી નથી આપતો. અલ્લાહ સિવાય કોઇની પણ પૂજા કરવી ઇસ્લામમાં હરામ છે.

મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે "નૂસરત ઇસ્લામમાં નથી માનતી. ઇસ્લામનો અમલ પણ નથી કરતી. તેના તમામ કામ ધર્મ વિરોધી છે. તેના લગ્ન પણ ધર્મ વિરોધી હતા. હું તો તેને એ જ સલાહ આપીશ કે તું તારું નામ બદલી દે. શું કામ ઇસ્લામને બદનામ કરે છે? આ રીતે તો તે નામ રાખી મુસ્લિમો અને ઇસ્લામને બદનામ કેમ કરી રહી છે? જો કે આ વિવાદ પછી નૂસરતે ઉલેમાને ભગવાનની વિશેષ સંતાન કહી કરારો જવાબ આપ્યો હતો.
Published by: Chaitali Shukla
First published: October 11, 2019, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading