Home /News /entertainment /નુસરત જહાં અને યશ દાસગુપ્તાના લગ્ન અફવા ન હતા! અભિનેત્રીના આ ફોટોથી સત્ય સામે આવ્યું
નુસરત જહાં અને યશ દાસગુપ્તાના લગ્ન અફવા ન હતા! અભિનેત્રીના આ ફોટોથી સત્ય સામે આવ્યું
10 ઓક્ટોબરે યશ દાસગુપ્તા (Yash Dasgupta) નો બર્થ ડે હતો. આ પ્રસંગે નુસરત જહાં (Nusrat Jahan Instagram) એ પોતાના સોશિયલ મીડિયા પર એક્ટરના સેલિબ્રેશનના અમુક ફોટોઝ શેર કર્યા
નુસરત જહાંએ સોશિયલ મીડિયા ઉપર એક્ટર યશ દાસગુપ્તા સાથે સેલિબ્રેશનના અમુક ફોટોઝ શેર કર્યા, જે જોઈને એવું લાગે છે કે બંનેએ લગ્ન કરી લીધા છે અને પતિ-પત્નીના સંબંધમાં બંધાઈ ચૂક્યા છે.
અભિનેત્રી અને સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં જ નુસરત મા બની છે. પહેલા નિખિલ જૈન સાથે પ્રેમ, પછી લગ્ન અને પછી ડિવોર્સને લઈને તે સમાચારોમાં છવાયેલી રહી છે. બંને વચ્ચે તિરાડ પડવાની ત્યારે શરૂ થઈ, જ્યારે નુસરત જહાં અને બંગાળી અભિનેતા યશ દાસગુપ્તા રિલેશનશિપમાં છે એવા સમાચાર આવવા લાગ્યા હતા. 10 ઓક્ટોબરે યશ દાસગુપ્તા (Yash Dasgupta) નો બર્થ ડે હતો. આ પ્રસંગે નુસરત જહાં (Nusrat Jahan Instagram) એ પોતાના સોશિયલ મીડિયા પર એક્ટરના સેલિબ્રેશનના અમુક ફોટોઝ શેર કર્યા. એ જોઈને એવું લાગે છે કે બંનેએ લગ્ન કરી લીધા છે અને પતિ-પત્નીના સંબંધમાં બંધાઈ ચૂક્યા છે.
જોકે, નુસરત જહાંએ થોડા દિવસો પહેલા પોતાના દીકરાના પિતાના નામનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, તેનો પુત્રનો બાપ બીજો કોઈ નહીં, પણ યશ દાસગુપ્તા છે, પરંતુ ત્યાર સુધી લોકો એ સમજી રહ્યા હતા કે બંનેએ લગ્ન નથી કર્યા. પણ યશ દાસગુપ્તાના બર્થ ડે સેલિબ્રેશનના અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ એ અંદાજો લગાવી રહ્યા છે કે, બંનેએ હવે લગ્ન કરી લીધા છે.
નુસરત જહાંએ જે ફોટોઝ શેર કર્યા છે, તેમાં એક કેકનો છે જેના પર Husband અને Father લખેલું છે. આ ફોટો જોઈને લોકોના મનમાં એ સવાલ આવી રહ્યો છે કે શું ખરેખર તેમણે લગ્ન કરી લીધા છે?
નુસરત જહાંએ જે ફોટોઝ શેર કર્યા છે, તેમાં એક કેકનો છે જેના પર Husband અને Father લખેલું છે
નુસરત જહાંએ યશ સાથે પણ એક ફોટો શેર કર્યો છે. બંને ડાઇનિંગ ટેબલ પર બેઠા છે. મોડી રાત સુધી નુસરતે યશને બર્થ ડે ટ્રીટ આપીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી. ફોટો સાથે નુસરતે કેપ્શન લખ્યું હતું, હેપ્પી બર્થ ડે. આગળ તેણે ઇમોટિકૉન બનાવ્યું હતું.
જોકે, બંનેમાંથી કોઈએ હજુ સુધી લગ્નને લઈને ખુલાસો નથી કર્યો. તમને કહી દઈએ કે નુસરતે 26 ઓગસ્ટે પુત્ર ઈશાનને જન્મ આપ્યો છે. નુસરત અને નિખિલના લગ્ન 2019માં તુર્કીમાં થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર