Home /News /entertainment /Nusrat Bharucha: શૂટિંગ સમયે આવ્યો એટેક, હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાઇ

Nusrat Bharucha: શૂટિંગ સમયે આવ્યો એટેક, હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાઇ

નુસરત ભરૂચાને ચક્કર આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે

નુસરત ભરૂચાને (Nusrat Bharucha) ચક્કર આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. ડોક્ટરોએ તેને વર્ટિગો અટેક ગણાવ્યો છે, જે કદાચ તણાવના કારણે આવ્યો છે

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાની છેલ્લા ઘણા દિવસથી તબિયત ખરાબ છે તેમ છતાં અભિનેત્રી શૂટિંગ કરી રહી હતી. શૂટિંગના સમયે નુસરતની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે માંડ માંડ ઊભી થઈને વાત કરી શકતી હતી. નુસરતની તબિયત અચાનક જ ખરાબ થતા તેને ફિલ્મના સેટ પરથી જ હિન્દુજા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો- Taarak Mehta:એક નજરે ઓળખી નહીં શકો જેઠાલાલ, પોપટલાલ અને ભીડેને, જુઓ આ Unseen Photos

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટના અનુસાર, નુસરત ભરૂચા લવ રંજનની એક ફિલ્મનું શૂટિંગ મુંબઈના ફિલ્મ સ્ટૂડિયોમાં કરી રહી હતી. પરંતુ નુસરતને ચક્કર આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. ફિલ્મમેકરે નુસરતની સાથે 23-24 દિવસનું શૂટિંગ કર્યું છે. અને હજુ તો તેની સાથે મોટાભાગના સીનનું શૂટિંગ બાકી છે.

આ પણ વાંચો- Raj Kundra Case: શર્લિન ચોપરાની થઇ પૂછપરછ, બોલી- 'મહિલા પીડિતો માટે ન્યાય ઈચ્છું છું'

ફિલ્મની અન્ય કાસ્ટ પણ શૂટિંગ નથી કરી રહી કારણ કે તેમનાં સીન્સ પણ નુસરતની સાથે વધારે છે. સંપર્ક કરવામાં પર નુસરતે એ વાતની પુષ્ટિ કરી અને કહ્યું, ડોક્ટરોએ તેને વર્ટિગો એટેક ગણાવ્યો છે, જે કદાચ તણાવના કારણે આવ્યો છે. હાલનાં મહામારીએ ભાવનાત્મક, શારીરિક અને આર્થિક રીતે દરેકને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

નુસરતે કહ્યું, હું આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક હોટેલમાં રોકાઈ હતી. હોટેલ સેટથી નજીક હતો. આજના સમયમાં મને લાગે છે એ સારું રહેશે કે કેમ કે તેનાથી મને મારા ઘરેથી સેટ સુધી પહોંચવાનો જે સમય લાગે છે તે બચી જશે. એક દિવસ, લગભગ ત્રણ સપ્તાહના શૂટિંગ બાદ, મને કમજોરી મહેસૂસ થઈ અને મેં શૂટિંગ પર જવાની ના પાડી દીધી. નુસરત ભરૂચાએ આગળ જણાવ્યું કે, મેં વિચાર્યું કે હું એક કે બે દિવસમાં સ્વસ્થ થઈ જઈશ પરંતુ બીજો દિવસ પણ મારી તબિયત ખરાબ હતી તેમ છતાં હું સેટ પર પહોંચી અને થોડી મિનિટ બાદ આ બધું થયું. હું કંઈ કરી શકી નહી. અને મને હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને ત્યાંથી મને વ્હીલચેર પર ઉપર લઈ જવામાં આવી હતી. મારું બ્લડ પ્રેશર ત્યારે ઘટીને 65/55 થઈ ગયું હતું.

આ પણ વાંચો-LARA DUTTA : ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવવું હતું પડકારજનક

નુસરતે આગળ જણાવ્યું કે, ત્યાં સુધીમાં મમ્મી-પપ્પા હોસ્પિટલમાં આવી ગયા હતા. આગામી 6-7 દિવસ ખરાબ હતા. હું હોસ્પિટલમાં દાખલ નહોતી થઈ, હું ઘરે દવાઓ લઈ રહી છું. બધી તપાસ થઈ ગઈ છે. ડોક્ટરે 15 દિવસ માટે બેડ રેસ્ટની સલાહ આપી છે.
First published:

Tags: Entertainment news, Gujarati news, News in Gujarati, Nushrratt bharuccha, Nushrratt bharuccha Blood Pressures down, Nusshrratt Bharuccha Hospitalized