Home /News /entertainment /કોન્ડોમ સેલ્સ ગર્લ બનતા મળી એવી ગંદી કૉમેન્ટ્સ કે બે રાત ઊંઘી પણ ન શકી નુસરત ભરુચા

કોન્ડોમ સેલ્સ ગર્લ બનતા મળી એવી ગંદી કૉમેન્ટ્સ કે બે રાત ઊંઘી પણ ન શકી નુસરત ભરુચા

નુસરત ભરૂચાની ઉંઘ થઇ ગઇ હરામ

Nushrratt Bharuccha Condom Sales Girl: નુસરત ભરૂચાનું કહેવું છે કે, ઓનસ્ક્રીન કોન્ડોમ વેચનારી યુવતીનો રોલ કરવો તેને એક હદે ભારે પડી ગયો હતો. કે બાદ તેણે સોશિયલ મીડિયા પર તેનાં વિરુદ્ધ અવાજ ઉઠાવી લોકોને આકરો જવાબ આપ્યો હતો.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નુસરત ભરુચા (Nushrratt Bharuccha) હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'જનહિત મે જારી' (Janhit Mein Jaari)માં એક એવી યુવતીનો રોલ અદા કરતી જોવામળી હતી જે તેનાં પ્રોફેશનનાં રૂપમાં કોન્ડોમ સેલ્સ ગર્લનો રોલ અદા કરે છે. પણ આ રોલ કરવો તેનાં માટે મુશ્કેલ બની ગોય હકતો લોકોએ તેનાં કિરદાર માટે તેને ઘણી ખરી ખોટી સંભળાવી હતી. તેની અસર તેની માનસિક સ્થિતિ પર પડી રહી હતી અને તે બે રાત સુધી સુઇ શકી ન હતી.

નુસરત બોલી પરિવાર અને મિત્રો બધા જ પ્રભાવિત થયા હતાં- નુસરતે એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરતાં કહ્યું કે, 'તે મેસેજ એટલાં ગંદા હતાં કે ,તેનાંથી ન ફક્ત હું પણ મારો પરિવાર અને મિત્રો પણ પ્રભાવિત થઇ ગયા હતાં. તે મેસેજીસ અંગે વિચારીને હું બે રાતો સુઇ શકી ન હતી.' નુસરતે વધુમાં કહ્યું કે, 'બીજા દિવસે મે વિચાર્યું કે, મારે જાડી ચામડીનું થવું પડશે અને તે મેસેજીસ અંગે ભૂલી જવું પડશે. પછી મે વિચાર્યું કે, આપણે લોકતાત્રિક દેશમાં રહીએ છીએ. અને મને બોલવાની આઝાદીનો આનંદ મળે છે તો પછી હું મારા મનની વાત કેમ ન કહું?'

આ પણ વાંચો-Bhavya Gandhi B'day Spl: 'તારક મેહતા'નો ટપ્પૂડો થયો 25નો, કોવિડનાં કારણે ગુમાવ્યાં હતા પિતા

ગત મહિને સોશિયલ મીડિયા પર આપ્યો હતો આકરો જવાબ
ગત મહિને નુસરતની ફિલ્મનાં પોસ્ટર રિલીઝ થયા હતાં. ત્યારે ઘણાં લોકોએ તેનાં માટે ભદ્દા કમન્ટ્સ કર્યા હતાં. તે સમયે તેણે એક વીડિયો શેર કરી ટ્રોલ્સને જવાબ આપ્યો હતો. મે મારા ઇન્સ્ટાગ્રામ પર બે પોસ્ટર મુક્યાં હતાં જેમાં એક મહિલા કોન્ડોમનાં ઉપયોગ કરવા માટે ખુલીને પ્રચાર કરે છે. પણ લોકો તેને ગંદી રીતે લે છે. સામાન્ય રીતે આપણે ઇનસ્ટાગ્રામ પર આપણાં બેસ્ટ કમેન્ટ્સ શેર કરીએ છીએ પણ મારી સાથે જે ગત રોજથી ટલાં લોકોએ એવી વાત કરી છે કે, મને થયું કે, 'કેમ મારા વર્સ્ટ કમેન્ટ્સ જ જનહિતમાં જારી કરુ.' આ ઉપરાંત નુસરતે વીડિયોમાં લોકો દ્વારા કરવામાં આવેલાં વલ્ગર કમેન્ટ્સ શેર કર્યાં. અંતમાં નુસરત કહે છે કે, 'બસ આજ વિચારશરણી બદલવાની છે. આજ તો હું કરી રહી છું. આપ આંગળી ઉઠાવો, હું અવાજ ઉઠાવીશ.'
બોક્સ ઓફિસ પર ન ચાલી શકી ફિલ્મ
જય બસંતુ સિંહનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'જનહિત મે જારી' 10 જૂનથી સિનેમાઘરમાં રિલીઝ થઇ હતી. રાજ્ય શાંડિલ્ય અને શાન યાદવ દ્વાલા લખવામાં આવેલી કહાનીમાં નુસરત ભરુચા, વિજય રાજ, ટીનૂ આનંદ અને બ્રિજેન્દ્ર કાલાનો મહત્વનો રોલ હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરવામાં નિષ્ફળ રહી. તેને લાઇફટાઇમનું માત્ર 3.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
First published:

Tags: Condom Sells Girl, Janhit mein Jaari, Nushrratt bharuccha