ધોની બાદ હવે આ ખેલાડી પર બનવા જઈ રહી છે ફિલ્મ, એક્ટર પર સસ્પેન્સ અકબંધ

News18 Gujarati
Updated: November 15, 2018, 7:56 AM IST
ધોની બાદ હવે આ ખેલાડી પર બનવા જઈ રહી છે ફિલ્મ, એક્ટર પર સસ્પેન્સ અકબંધ
ફિલ્મ મેકર આનંદ કુમાર બાઈચુંગ ભૂટિયા પર બાયોપિક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

ફિલ્મ મેકર આનંદ કુમાર બાઈચુંગ ભૂટિયા પર બાયોપિક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

  • Share this:
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી પોતાના ક્ષેત્રના સ્ટાર ખેલાડીઓ પર બાયોપિક બનાવવાનો સિલસીલો ચાલુ છે. હાલમાં જ ભારતીય સ્ટાર શટલર સાયના નેહવાલ, શૂટર અભિનવ બિન્દ્રા, બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદ અને ભારતીય સ્ટાર મહિલા ક્રિકેટર મિતાલી રાજ પર બાયોપિક બનવાની જાહેરાત બાદ હવે અગામી નંબર ફૂટબોલ સ્ટાર બાઈચુંગ ભૂટિયા પર બાયોપિક બનશે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ મેકર આનંદ કુમાર બાઈચુંગ ભૂટિયા પર બાયોપિક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ફિલ્મમેકર આનંદ હવે એ શોધમાં છે કે, ભુટિયા પર બનવાવાળી આ બાયોપિક ફિલ્મમાં ડાયરેક્ટર અને લીડ એક્ટર કોણ હશે. આનંદકુમારે આ પહેલા દિલ્હી હાઈટ્સ(2007) અને જિલ્લા ગાજિયાબાદ (2013) ફિલ્મ બનાવી હતી.

ફિલ્મ મેકર આનંદનું કહેવું છે કે, વિશ્વ કપ દરમ્યાન, મે જોયું કે, ભારતમાં ખેલ પ્રત્યે ઝૂનૂન છે અને આમાં કેટલોક બદલાવ પણ આવ્યો છે, કારણ કે, ભારતના યુવાનોનો એક મોટો વર્ગ હવે ફૂટબોલ તરફ ઝુકી રહ્યો છે. યુવા બાળકો ક્રિકેટ કરતા વધારે અન્ય રમતો તરફ ધ્યાન આપી રહ્યા છે. આ કારણ છે કે, ફૂટબોલ પર એક ફિલ્મ બનાવવા માંગુ છું અને બાઈચુંગથી શરૂઆત કરવા માંગુ છું.

તેમણે વધુમાં કહ્યું છે કે, બાઈચુંગની યાત્રા એક આકર્ષક ફિલ્મ માટે તૈયાર થશે. તેણે પદ્મશ્રી જીત્યો છે અને કેટલાએ યુવાનો માટે તે એક આદર્શ મોડલ રહ્યો છે, જે ભારતીય ફૂટબોલની રમતનું પાલન કરે છે.

આ બાજુ બાઈચુંગે કહ્યું છે કે, મારા માટે આ ઘણી સન્માનની વાત છે કે લોકો અહેસાસ કરે છે કે, મારી યાત્રા પર્દા પર ઉતારવા લાયક છે. મને વિશ્વાસ છે કે આનંદ મારી કહાની માટે ન્યાય કરશે. હું સિક્કિમના એક નાના શહેરનો રહેવાસી છુ, પરંતુ ભારત માટે ફૂટબોલ રમવું મારૂ એકમાત્ર સપનું ન હતું. હું હંમેશા એક વ્યવસાયીક ફૂટબોલ ક્લબનો માલિક બનવા માંગતો હતો અને મને લાગે છે કે, યૂનાઈટેડ સિક્કિમ સાથે મારૂ આ સપનું છે.

તમને જણાવી દઈએ કે, ભાગ મિલ્ખા ભાગ, એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી, મેરી કોમ અને સૂરમા જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી છે અને તેને ખુબ વખાણવામાં પણ આવી છે.
First published: November 14, 2018, 9:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading