ન્યૂઝ18 ગુજરાતી: 'નેશનલ ક્રશ' બનેલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર ફરી એકવાર ચર્ચામાં છે. ગયા વર્ષે વેલેન્ટાઇન ડે પર તેનો વીડિયો વાયરલ થયો હતો અને પ્રિયા સ્ટાર બની ગઇ હતી. હવે ફરી પ્રિયાની એ ફિલ્મનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રિયા કિસ કરતી જોવા મળી રહી છે.
આ વીડિયો Lovers Day Teaserના નામથી મેકર્સે રીલિઝ કર્યો છે. અત્યાર સુધી 9 લાખથી વધુ લોકો આ વીડિયો જોઇ ચૂક્યા છે. આ વીડિયો તેની ફિલ્મ 'ઓરુ અદાર લવ'નો છે, જે વેલેન્ટાઇન ડે પર 14 ફેબ્રુઆરીએ રીલિઝ થશે.
ફિલ્મ 'ઓરુ અદાર લવ' મલયાલમ, તેલુગુ અને કન્નડ ભાષામાં રીલિઝ થશે. ફિલ્મમાં પ્રિયા પ્રકાશ સાથએ અભિનેતા રોશન અબ્દુલ જોવા મળશે. આ બન્નેનો રોમેન્ટિક અંદાજ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.