Home /News /entertainment /

બોલીવૂડ સ્ટાર્સ હવે કરણ સાથે નહીં પી શકે કોફી! સૌથી વિવાદિત શો 'Koffee with Karan' હવે ટેલિકાસ્ટ નહીં થાય

બોલીવૂડ સ્ટાર્સ હવે કરણ સાથે નહીં પી શકે કોફી! સૌથી વિવાદિત શો 'Koffee with Karan' હવે ટેલિકાસ્ટ નહીં થાય

કોફી વિથ કરણની આગામી સિઝન નહીં આવે

કરણ જોહરે (Karan Johar) જાહેરાત કરી છે કે તેના સુપરહિટ સેલિબ્રિટી હોસ્ટ શો 'કોફી વિથ કરણ'ની (Koffee with Karan) સાતમી સિઝન હવે નહીં આવે.

    કરણ જોહરને બોલિવૂડનો 'જેક ઓફ ઓલ' કહેવામાં આવે છે, જેઓ ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર, એન્કર, હોસ્ટ, જજ રહી ચૂક્યા છે. પરંતુ હવે કરણ જોહરે તેના સુપરહિટ સેલિબ્રિટી હોસ્ટ શો 'કોફી વિથ કરણ'ને (Koffee with Karan) અલવિદા કહી દીધું છે. કરણ જોહરે જાહેરાત કરી છે કે આ શોની સાતમી સીઝન હવે નહીં આવે. એવા અહેવાલો હતા કે કરણ જોહર ટૂંક સમયમાં તેના શોની નવી સીઝન લાવવા જઈ રહ્યો છે અને તેનું શૂટિંગ મે મહિનામાં શરૂ થવાનું હતું. પરંતુ સોશિયલ મીડિયા પર કરણે ભારે હૈયે આ શોની નવી સીઝન નહીં લાવવાની વાત કરી છે.

    વાસ્તવમાં એવા અહેવાલો હતા કે કરણ જોહર અને તેની ટીમ ફરી એકવાર આ શો લાવવાની તૈયારી કરી રહી છે. આ દિવસોમાં કરણ જોહર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' બનાવવામાં વ્યસ્ત છે.
    આ ફિલ્મ મે મહિનામાં પૂરી થવાની આશા હતી અને તે પછી કરણ તેના ચેટ શો 'કોફી વિથ કરણ'ની તૈયારીઓ શરૂ કરવાનો હતો. પરંતુ હવે કરણ જોહરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે પોતાનો શો પાછો નથી લાવી રહ્યો.

    આ પણ વાંચો -'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની નાની નાયરા હવે લાગે છે આટલી મોટી, જુઓ અશનૂર કૌરના Photos





    કરણ જોહરે તેના સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન જાહેર કરતા લખ્યું, 'હેલો, કોફી વિથ કરણ છેલ્લા 6 સીઝનથી તમારા અને મારા જીવનનો એક ભાગ છે. મને લાગે છે કે મેં પોપ કલ્ચર ઈતિહાસમાં મારા માટે એક નાનું સ્થાન બનાવ્યુ છે. ઉપરાંત, હું તમને ભારે હૈયે કહું છું કે હવે કોફી વિથ કરણની નવી સીઝન નથી આવી રહી.

    આ પણ વાંચો -Tara Sutariaએ લીલા રંગના શર્ટમાં આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ તસવીરોમાં

    કરણ જોહરનો આ શો સ્ટાર વર્લ્ડ ચેનલ પર પ્રસારિત થયો હતો. આ શોમાં સેલિબ્રિટીઓ પોતાના દિલની વાત ફિલ્ટર કર્યા વગર કહેતા હતા. શોમાં કરણ જોહર સાથે વાત કરતી વખતે ઘણી વખત સેલિબ્રિટીઓએ પણ કેટલાક એવા કામ કર્યા છે જેના માટે તેઓ ખૂબ ટ્રોલ થયા છે. આ જ શોના રેપિડ ફાયર રાઉન્ડમાં ખોટો જવાબ આપ્યા બાદ આલિયા ભટ્ટ (Alia Bhatt) ઘણા વર્ષો સુધી ટ્રોલ થઈ હતી. આ શોમાં અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) દ્વારા કરણ જોહરને નેપોટીઝ્મનું સૌથી મોટું પ્રતીક કહેવામાં આવ્યું હતું. આ શો પછી કંગના અને કરણ વચ્ચેનો વિવાદ ઘણો વધી ગયો હતો.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Karan johar, Koffee With Karan

    આગામી સમાચાર