Home /News /entertainment /Brahmastra: નવરાત્રિમાં જુઓ રણબીર-આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’ માત્ર 100 રૂપિયામાં, આ રહી સંપૂર્ણ જાણકારી

Brahmastra: નવરાત્રિમાં જુઓ રણબીર-આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’ માત્ર 100 રૂપિયામાં, આ રહી સંપૂર્ણ જાણકારી

માત્ર 100 રૂપિયામાં જુઓ બ્રહ્માસ્ત્ર

23 સપ્ટેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય સિનેમા દિવસ’ (National Cinema Day)ના પ્રસંગે દેશભરના તમામ સિનેમાઘરોમાં લોકોને માત્ર 75 રૂપિયામાં કોઈપણ ફિલ્મ જોવાની તક મળી હતી. લોકોએ આ ઓફરનો ફાયદો પણ ઉઠાવ્યો અને સિનેમાઘર હાઉસફૂલ રહ્યા

    મુંબઇ: 23 સપ્ટેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય સિનેમા દિવસ’ (National Cinema Day)ના પ્રસંગે દેશભરના તમામ સિનેમાઘરોમાં લોકોને માત્ર 75 રૂપિયામાં કોઈપણ ફિલ્મ જોવાની તક મળી હતી. લોકોએ આ ઓફરનો ફાયદો પણ ઉઠાવ્યો અને સિનેમાઘર હાઉસફૂલ રહ્યા અને થિયેટર્સમાં લાગેલી તમામ ફિલ્મોને તેનો ફાયદો મળ્યો. લગભગ બધી ફિલ્મોએ સારી કમાણી કરી. તેમાંથી એક નામ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની તાજેતરમાં રિલીઝ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ પણ છે. નેશનલ સિનેમા ડેના પ્રસંગે ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો અને ફિલ્મે લગભગ 10 કરોડનું કલેક્શન કર્યું. હવે દર્શકોની પાસે ફરીથી ઓછી કિંમતમાં ‘બ્રહ્માસ્ત્ર’ જોવાની તક છે.

    હાલમાં જ ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીએ સો.મીડિયામાં જાહેરાત કરી હતી કે નવરાત્રિના પ્રથમ ચાર દિવસ ફિલ્મની ટિકિટ 100 રૂપિયામાં મળશે.

    માત્ર 100 રૂપિયામાં જોઈ શકાશે બ્રહ્માસ્ત્ર


    ઉલ્લેખનીય છે કે 23 સપ્ટેમ્બરના રોજ નેશનલ સિનેમા ડેના સેલિબ્રેશન હેઠળ 75 રૂપિયામાં ટિકિટ વેચવામાં આવી હતી. આનો ફાયદો 'બ્રહ્મસ્ત્ર'ને થયો હતો. આથી જ 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી 'બ્રહ્માસ્ત્ર'ની ટિકિટ 100 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.








    View this post on Instagram






    A post shared by Ayan Mukerji (@ayan_mukerji)





    અયાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી


    અયાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'નેશનલ સિનેમા ડેએ અમને શીખવ્યું કે ટિકિટની યોગ્ય કિંમત હોય તો દર્શકો ફિલ્મ જોવા આવી શકે છે. આથી જ આ ફિલ્મનો બિગ સ્ક્રિન પર અનુભવ લેવા માટે દર્શકો વધુમાં વધુ આવે તે માટે અમે ટિકિટની કિંમત 100 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.'

    આ પણ વાંચોઃ શું બ્રહ્માસ્ત્ર માટે રણબીર કપૂરે ફી નથી લીધી? અયાન મુખર્જીએ કર્યો મોટો ખુલાસો

    15 લાખ ટિકિટ વેચાઈ


    નેશનલ સિનેમા ડે પર થિયેટરમાં 75 રૂપિયામાં ટિકિટ વેચાઈ હતી. ટિકિટ સસ્તી હોવાથી 'બ્રહ્માસ્ત્ર'ની 15 લાખ ટિકિટ વેચાઈ હતી. ત્રીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં 240%નો વધારો થયો છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Brahmastra

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन