Home /News /entertainment /

#MeToo: સલમાન ખાન પર બિગ બોસની પૂર્વ સ્પર્ધકે લગાવ્યો બળાત્કારનો આરોપ

#MeToo: સલમાન ખાન પર બિગ બોસની પૂર્વ સ્પર્ધકે લગાવ્યો બળાત્કારનો આરોપ

સલમાન ખાન અને તેની ભાઇઓ પર પુજા મિશ્રાએ સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો. પુજાનું કહેવું છે કે તેના પિતા અને તેણીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

સલમાન ખાન અને તેની ભાઇઓ પર પુજા મિશ્રાએ સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો. પુજાનું કહેવું છે કે તેના પિતા અને તેણીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

    છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા #METOO ના વિવાદે ભારે ચર્ચા જગાવી છે, હવે આ વિવાદમાં સલમાન ખાન પણ ફસાયો છે. લોકમત મરાઠીના રિપોર્ટ પ્રમાણે સલમાન ખાન અને તેની ભાઇઓ પર પુજા મિશ્રાએ સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. પુજાનું કહેવું છે કે તેના પિતા અને તેણીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

    #MeToo Effect:સાજિદ ખાન બાદ હવે નાના પાટેકરે પણ છોડી 'હાઉસફુલ-4'

    મીટૂના કેમ્પેઇન હેઠળ બોલીવૂડમાં વાવાઝોડાનો માહોલ છે, અનેક અભિનેત્રીઓથી લઇને મોડેલ્સ દ્વારા ડિરેક્ટરથી લઇને જાણીતા ફિલ્મ અભિનેતાઓ પર જાતીય સતામણીના આરોપો લગાવવામાં આવી રહ્યાં છે. આ વાવાઝોડામાં હવે સલમાન ખાનનું નામ બહાર આવ્યું છે. બિગ બોસની પૂર્વ સ્પર્ધક પુજા મિશ્રાએ આરોપ લગાવ્યો કે તેના પર સલમાન ખાન અને તેના ભાઇઓએ બળાત્કાર કર્યો છે. પુજાએ શત્રુઘ્ન સિન્હા, અરબાજ ખાન સહિત શત્રુઘ્ન સિન્હાની પત્ની પર પણ આરોપ લગાવ્યા છે. તેણીએ જણાવ્યું કે તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

    પુજા મિશ્રાએ આરોપ લગાવતા જણાવ્યું કે ફિલ્મ સુલતાન દરમિયાન બંને સલમાન ખાન અને શત્રુઘ્ન સિન્હાના પરિવારે તેણીનું સેક્સુઅલ હેરેસમેન્ટ કર્યું હતું. પુજાએ ઇન્સ્ટાગ્રામ પર આરોપોનો વીડિયો પોસ્ટ કર્યો છે. પુજા અગાઉ પણ સલમાન ખાન પર વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Bigg Boss, Contestant, Metoo

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन