Home /News /entertainment /

RIP : કેન્સર સામે લડી રહેલાં અભિનેતા રમેશ ભાટકરનું નિધન

RIP : કેન્સર સામે લડી રહેલાં અભિનેતા રમેશ ભાટકરનું નિધન

હિંદી અને મરાઠી ફિલ્મ્સના જાણીતા એક્ટર રમેશ ભાટકરનું નિધન

તેઓ હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'એક્સિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર'માં પણ જોવા મળ્યા હતા

    ન્યૂઝ18 ગુજરાતી: હિંદી અને મરાઠી ફિલ્મ્સના જાણીતા એક્ટર રમેશ ભાટકરનું નિધન થયું છે. તેઓ હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'એક્સિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર'માં પણ જોવા મળ્યા હતા. રમેશ ભાટકર લાંબા સમયથી કેન્સરનો સામનો કરી રહ્યાં હતાં.

    રમેશ ભાટકરે હિંદીથી વધુ મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. મોટાભાગે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળતાં હતાં. દુ:ખની વાત એ છે કે, આજે 'કેન્સર ડે' પર તેનું કેન્સરથી નિધન થયું છે.

    મુંબઇની એલિઝાબેથ હોસ્પિટલમાં તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મરાઠી ફિલ્મ્સ ઉપરાંત રમેશ ભાટકરે હિંદી ટીવી સીરિયલ દામિની, કમાન્ડર અને હેલો ઇન્સ્પેક્ટરમાં પણ કામ કર્યું હતું.

    આ પણ વાંચો: 'વર્લ્ડ કેન્સર ડે' પર તાહિરા કશ્યપે શેર કરી આ તસવીર, પ્રેરણાદાયી છે આ પોસ્ટ

    મરાઠી રંગમંચમાં રમેશ ભાટકર મોટું નામ હતું. તેમના નિધનના સમાચાર સાંભળી રંગમંચના કલાકારો શોકમાં છે. પરિવારમાં તેમની પત્ની ઉપરાંત એક પુત્ર હર્ષવર્ધન છે. તેમની પત્ની મૃદુલા ભાટકર હાઇકોર્ટમાં જજ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cancer, Passes Away, Ramesh bhatkar, અભિનેતા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन