Home /News /entertainment /સૌરવ ગાંગુલી નહીં, રણબીર આ પીઢ ગાયકની બાયોપિકમાં જોવા મળશે, 11 વર્ષથી કરી રહ્યો છે કામ...
સૌરવ ગાંગુલી નહીં, રણબીર આ પીઢ ગાયકની બાયોપિકમાં જોવા મળશે, 11 વર્ષથી કરી રહ્યો છે કામ...
રણબીર કપુર મહાન ગાયક અને એેક્ટર કિશોર કુમારની બાયોપીકમાં કામ કરશે
Ranbir Kapoor Film:રણબીર કપૂરે કહ્યું છે કે, તે ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિકમાં નહીં પરંતુ એક પીઢ ગાયકની બાયોપિકમાં જોવા મળશે. તે 11 વર્ષથી તેના પર કામ કરી રહ્યો છે.
મુંબઈ: રણબીર કપૂર ડાયરેક્ટર લવ રંજનની ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર" ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે, આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે તેની જોડી પહેલીવાર જોવા મળશે. રણબીર હાલમાં આ ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન, તેણે ખુલાસો કર્યો છે કે, તે 11 વર્ષથી બોલિવૂડના દિગ્ગજ ગાયકની બાયોપિક પર કામ કરી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ એવુ જાણવા મળ્યું છે કે, રણબીર કપૂરના હાથમાં ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિક લાગી છે. તે જ સમયે, રણબીરે પોતે આ અંગે મૌન તોડ્યું છે. રવિવારે કોલકાતામાં ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈવેન્ટમાં તેને પૂછવામાં આવ્યું કે, શું તે સૌરવ ગાંગુલી પર બાયોપિક કરી રહ્યો છે. આ અંગે રણબીરે કહ્યું, “મને લાગે છે કે દાદા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જીવંત દંતકથા છે. તેમના પર બનેલી બાયોપિક ઘણી ખાસ હશે. કમનસીબે મને આ ફિલ્મની ઓફર કરવામાં આવી નથી. મને લાગે છે કે, લવ ફિલ્મ્સના મેકર્સ હજુ પણ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યા છે."
રણબીર કપૂરે જણાવ્યું હતુ કે, તે ભૂતકાળના પ્રખ્યાત અને પીઢ ગાયક અભિનેતા કિશોર કુમારની બાયોપિકમાં જોવા મળશે. તેણે કહ્યું કે, “હું 11 વર્ષથી કિશોર કુમારની બાયોપિક પર કામ કરી રહ્યો છું. અમે તેને અનુરાગ બાસુ લખી રહ્યા છે. અને મને આશા છે કે તે, મારી આગામી બાયોપિક હશે."
તેણે આગળ કહ્યું હતુ કે, " મેં દાદા પર બાયોપિક બનવા વિશે કંઈ સાંભળ્યું નથી." તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં સૌરવ ગાંગુલી સાથે રણબીર કપૂરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રવિવારે બંને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાથે ક્રિકેટ રમતા પણ જોવા મળ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર